SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ રૂકૂમી રાજાનું પતન મૂળ પ્રભાવ જેને છે એવા ધર્મની પ્રત્યે તે મુખ્ય આકર્ષણ રહે જ, રાખવું જ જોઈએ.” પૂર્વ ભવને ધર્મ અને અહીં એનું ફળ પ્રત્યક્ષ દેખવાથી આ સમજ પાકી હેઈને એમને ધર્મ તરફ આકર્ષણ થાય એમાં નવાઈ નથી. | શ્રદ્ધાળુને શાસ્ત્ર એ ચક્ષુ બરાબર– ત્યારે તમારે હવે ધર્મના આકર્ષણ માટે આટલી જ રાહ જોવાની હશે કેમ? કે પૂર્વભવ દેખાઈ જાય અને ત્યાંના ધર્મનું અહીં ફળ મળ્યું છે, એમ જણાઈ જાય એટલે એવું ધર્મ પ્રત્યે આકર્ષણ થઈ જાય? કેમ આટલી જ રાહ જોવાની ને? એને તે અર્થ એ, કે જ્ઞાની ભગવંતે ધર્મને એવા સ્વર્ગ–મેક્ષ સુધીના ફળ કહે છે તેના પર એટલી શ્રદ્ધા નથી ! માટે મનને પ્રત્યક્ષ અનુભવની ખાતરી જોઈએ છે. ધન્ય તમારા જૈનપણને, જિનના ભક્તપણને સર્વજ્ઞ-વચનથી ખાતરી નથી થતી, હુબહુ નથી જણાતું, તે પ્રત્યક્ષ દેખવાની અપેક્ષા રહે છે?” સાધુ પુરુષને, સમ્યગ્દષ્ટિ સજજન આત્માઓને શાસ્ત્ર એ ચક્ષુ છે, શા કહેલું જોયું તે પ્રત્યક્ષ અનુભવ્યું. ભગવાન બાપ કરતાં ય મોટા આપ્ત હિતૈષી - છોકરા મા-બાપને આપ્ત-વિશ્વસનીય પુરુષ સમજે છે, તે મા-બાપનાં વચન પર કેટલી બધી શ્રદ્ધા કરે છે મા બાપે કહેલું બધું જ કયાં પ્રત્યક્ષ અનુભવે છે ? કે દલીલથી પણ સમજવાનું ક્યાં એનું ગજું છે? છતાં
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy