SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ રમી રાજાનું પતન ચારિત્રને એવું જરૂરી અનિવાર્ય માને, –“આ કામતે મારે પતાવવું જ છે એ નિર્ધાર કરે, પછી જુઓ ધર્મ માટે કેવા ઊભા થવાય છે! બંને રાજાએ કંઈ પણ બહાનું ન કાઢતા ચારિત્ર માટે ઊભા થઈ ગયા, ને સીધા કુમાર મહર્ષિ પાસે દીક્ષા લઈ લે છે. એટલે બીજા તે કેટલાય નીકળે ને ? જોતજોતામાં કુમાર મહર્ષિ અનેક શિષ્યના પરિવારવાળા એક મહાન ધર્મગુરુ બની ગયા! રાજાઓની દીક્ષા બાદ દેવભક્તિ ઃ સુખ મૂકી દેવે કેમ આવે ? : મહાવીર ભગવાન ફરમાવે છે, “હે ગૌતમ! દેવોએ ત્યાં સુગંધિદાર પુની વૃષ્ટિ કરી! એમનાં હૈયે ભક્તિના પૂર ઊછળ્યા ! મસ્તકે હાથની અંજલિ જેડી એમણે મહર્ષિને પ્રણામ કર્યો ! ત્યારે દેવીઓ બાકી રહે ? દેવાંગનાઓએ ત્યાં અત્યંત હર્ષના નૃત્ય કર્યા, દેવદેવીઓએ મહર્ષિની સ્તવના કરી, નમસ્કાર કર્યો ! અને લાંબે કાળ ઉપાસના કરી પછી સૌ સૌને સ્થાને ચાલ્યા ગયા.” દેવતાઓની કેવી ભક્તિ ! સ્વર્ગમાં સુખની શી કમીના હતી તે આ બધું કરવા આવે ? એમાં મેટા ઈન્દ્ર જેવાને વળી કેટકેટલી સુખ-સાહાબી ! કેટલી સન્માનઠકુરાઈ! કેવાં રને ઝગમગતાં વિમાન ! કેવાં વસ્ત્ર–અલંકાર મરમ નંદનવન! રને ઝગમગતી જળવાવડીઓ ! કેવી લાવણ્ય-લચબચતી ઈન્દ્રાણીઓ-દેવાંગનાઓ! કેવાં એનાં
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy