SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૬] [ ૩૦૧ કરી રાખ્યું છે કે જીવન જીવે છે તે જડની પાછળ એક આંધળિયા દેટ? તે ય દુર્ગુણ-ગંદવાડ સાથે? મામુલી વાતમાં ય મૃષા ભાષણને અનાર્ય ખેલ કરતાં આંચકે કેમ નથી ? “ અનીતિ-અન્યાયને સ્ટેડિયે એક વિચાર પણ મગજમાં કેમ ઘલાય છે? બીજાની ઈર્ષ્યાના દાવાનળથી કેમ બળે છે ? ગંદી નિંદાને મેંમાં કે કાનમાં કેમ ઘાલે છે? વાતવાતમાં કિંમતી મનને કેમ ક્રોધ–ચંડાળથી અભડાવે છે? રાત ને દિવસ અહંકાર-અભિમાનને તાવ કેમ ચડ્યો રહે છે? સ્ત્રીઓના રૂપ-રંગ-ગાત્ર પર આંખ ભટકાવી ભટકાવી મનને કેમ રાગના કાળા કૂચડાથી રંગે છે? કુટિલ લક્ષ્મીનું દેવ-ગુરુ-ધર્મ કરતાં વિશેષ મહત્વ આંકવાની પાગલગીરી કેમ છેડાતી નથી? આ બધું તમારા આત્માના બચાવમાં ઊતરશે એમ માને છે? આત્માને બચાવ શાથી? પણ કહો, સત્ય-ન્યાય-નીતિ,પ્રમોદ ભાવના,પરગુણ-પ્રશંસા, ક્ષમા-નમ્રતા, દાન-નિસ્પૃહતા, શીલ-સદાચાર, વગેરે આત્માને બચાવ કરશે એ નજર સામે તરવરતું નથી, અગર આત્માને બચાવ કરવાની તમન્ના જ નથી. “આ ભવ મીઠા પરલોક કેણે દીઠા એ હૈયે વસી ગયું છે, એટલે કાયાના બચાવ, ધનના સંગ્રહ, અને કાયા-માયાની બોલબાલામાં જ જીવ અટવાઈ ગયા છે. પછી કાળના નામે, જમાનાના ઓઠા હેઠળ, તામસભાવની ચેષ્ઠાઓમાં જ રમતા રહી જીવન પૂર્ણવિરામે પહોંચે તે ય શી ચિંતા હોય?
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy