SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫] [૨૮ પણ કઈ દિ એવા ગિલગિલિયાં જ નહિ. રામ બહાર ગયા હોય અને સીતા-લક્ષ્મણ એકલા રહ્યા હોય ત્યાં સીતા ઝુંપડીમાં અને લક્ષ્મણ બહાર છતાં સીતાને મન એ એકાંતવાસને મુંઝા નહિ કે દિયરિયા સાથે મીઠી વાતો યા હાસ્યમજાક જેવું ય કરવાનું દિલ થાય. તેમ લક્ષ્મણજીને ય લેશ પણ એવી કઈ પાશવી ખણજ જ નહિ. સીતા એટલે જાણે સગી મા. માટે તે સાંભળીએ છીએ ને કે સીતાને રાવણ ઊઠાવી ગયા પછી રામ-લક્ષમણ એને શેધવા નીકળે છે ત્યાં રસ્તામાં પડેલું કુંડળ બતાવી રામ લક્ષ્મણને પૂછે છે કે “જે ભાઈ આ કુંડળ તારી ભાભીનું હોય ત્યારે લક્ષ્મણ કહે છે, कुंडले नव जानामि न च जानामि कड़-कणे । . नुपूरे त्वभिजानामि नित्यं पादाब्जवंदनात् ॥ –હું સીતાદેવીના કુંડળને ઓળખતે નથી; (કેમકે એમના મેં સામે કદી જોયું નથી.) તેમ હું એમના કંકણને પણ પિછાણુતે નથી, (કેમકે એમના હાથ પણ ધારીને નિરખ્યા નથી.) હા, એમના પગનાં ઝાંઝરને તે ઓળખું છું, કેમકે એમના ચરણકમળે રેજ પ્રણામ કરતો. (તેથી એ દેખાઈ જતા.) કેવું જીવન ! ત્યારે શું સીતાજીએ દિવ્ય કર્યું તે ભડભડતી ૩૦૦ હાથની અગ્નિની ખાઈ ત્રિકરણશુદ્ધ શીલના પ્રભાવ વિના એમજ તક્ષણ જળવાવડી બની ગઈ હશે ! કેવા શીલના પ્રભાવે એ ચમત્કાર ? ફાસકુસિયા શીલના પ્રભાવે કે કડક શીલના..? અનાદિ વાસનાવશ એવી કુશીલની ખણજો મનમાં ઊઠે, પણ એકને ય બહાર કાયા, ઈન્દ્રિય, હાથપગ કે વાણીમાં નહિ ૧૯
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy