SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ ] [૨૪૩ અચિંત્ય પ્રભાવવંતા છે કે એથી આ પુણ્ય ઊભું થયું. આટલું જ શું, આ આખો મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય, આરોગ્ય અને બીજી ખાનપાન-મેજ આદિની પુણ્યાઈ પણ એમના જ પ્રભાવે ઊભી થઈ છે. એટલે ભગવાન અરિહંત દેવના રૂડા પ્રતાપ કે આજે આપણે આ પુણ્યાઈભરી સ્થિતિમાં છીએ. માટે એમની સેવા ભૂલવાની નહિ. અરિહંતની આપણને કેટલી જરૂર– બીજુ એ પણ છે કે આ પુણ્યાઈ કાંઈ હંમેશાં કાયમને માટે બેસી રહેવાની નથી. આગળ પર નવી પુણ્યાઈની જરૂર પડવાની. એ નવી પુણ્યાઈ પણ ભગવાન અરિહંતના પ્રતાપે જ મળવાની. માટે પણ એવા તારક દેવાધિદેવનું શરણું જરાય મૂકવાનું નહિ. “આ દુઃખમય સંસારમાં અરિહંત વિના બીજા કોને આધાર છે? એ જ બેલી છે, એ જ તારણહાર છે, અહીં અને પરલોકમાં શાન્તિ આપનાર ભગવાન અરિહંત જ છે, માટે એમને તે હૈિયાના હાર, મનના મોર, આંખની કીકી અને આત્માના સુકાની બનાવી દઈએ. “અને જુઓને અરિહંત પ્રભુના આટઆટલા ઉપકાર છતાં એમને મુખ્યપણે યાદ ન રાખીએ એમની સેવા ન કરીએ અને એમને ભુલાવી નાખે એવી કાયામાયાનાં રંગરાગ અને જળેજથામાં પડીએ તે મહામૃતદન બનવાનું થાય કે નહિ? કમમાં કમ કૃતજ્ઞતા તે વિસર્યા જ ગણાઈએ. કૃતજ્ઞતા તે પાયાનો ગુણ છે, કૃતજ્ઞતા ધર્મ માટેની પહેલી ગ્યતા છે, માટે તે દેખાય છે કે માતા
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy