SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ રાજસભામાં : આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધા રાજા રાજકુમારને આવકારે છે, પાસે રાખે છે. આ ચારિત્ર લેવું છે માટે ગુણસંપન્ન આચાર્ય મહારાજની તપાસમાં છેપણ હજી એ મળ્યા નથી. એમાં અહીં એક વાર રાજા આ. રાજપુત્રને પૂછે છે, આ તમારી આંગળીએ વીટી ના નામથી અલકૃત છે? તમે કયા કયા દેશ જોયા?કેની સેવામાં રહ્યા ! અને કયાંય કોઈએ. તમારૂં અપમાન જેવું કરેલું ખરું ?” રાજપુત્રને રાજાને ખુલાસો – રાજપુત્ર જે જવાબ આપે છે, એમાં આ મુખ્ય વાત કરે છે કે “અપમાન તે કશું નહિ, પણ ચક્ષુકુશીલનાં દર્શન થયાં. તેથી મારું મન ખૂબ ઉદ્વિગ્ન થઈ ગયું, એટલે અહીં ચાલી આવ્યો.” રાજા પૂછે છે, “કોણ છે એ ચક્ષુકુશીલ? શું નામ એનું ?' આ કહે છે, “મહારાજ ! રહેવા દ્યો એનું નામ લેવા જેવું. નથી, નહિતર ખાવાનું ગુમાવવું પડે.” રાજાને આ સાંભળી ઇંતેજારી વધી; સાથે મનને એમ પણ. થયું કે “હવે નામ લેવામાં તે ખાવાનું ટળતું હશે ?” ત્યારે રાજકુમારને સચોટ શ્રદ્ધા છે કે આવા ચક્ષુકુશીલનું નામ લેવાથી. ખાવા ન મળે.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy