SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ . . નાશ કરી સર્વ ક્ષાયિક ભાવની લબ્ધિઓ પ્રગટ કરી છે, એવા અરિહંત પરમાત્મામાં છે, તે અરિહંત તે વારે ને વારે યાદ આવે - અરિહંત અહી ભૂલવાનું? – . જીવની પામરતા કેટલી બધી કે કાર્યમાત્રમાં નડતા અંત-રાય કર્મને તેડી નાખનાર અરિહંત પ્રભુને જ ભૂલે! તેય આ શામસ્તા અહી માનવભવમાં? તે પણ અરિહંત દેવ મળ્યા છે ત્યારે? જગત ઉપર દષ્ટિ તે નાખો કે મનુષ્ય-અવતાર મળવા છતાં ય ક્રોડે અજે જીને અરિહંત પરમાત્માની પ્રાપ્તિ ક્યાં છે? એ ય માત્ર પિતાની શકિત-સામગ્રી પર ઝઝુમે ને તમે પણ એવું જ કરે? અરે! એમાંય આજે એવા મનુષ્ય છે કે અરિ-હંતના સ્વરૂપને જે એક અંશ અચિંત્ય શક્તિ તેટલા જ અંશરૂપે પરમાત્માને કલપી એમના પર અથાગ વિશ્વાસ મૂકે છે, અને એમનું શરણુ પકડી માનવજ્ઞકિતની બહારની કાર્યસિદ્ધિ કરે છે. આજ વિલાયત અમેરિકામાંના એવા દાખલા જાણકા મળે છે. - અમેરિકનની પ્રાર્થનાનો પ્રભાવ – : - અમેરિકામાં એક મેટરના કારખાનાવાળાને પગે ભારે તક દલીફ ઊભી થઈ. શકિત-સંપન્ન હતો. એટલે ડાકટરી ઈલાજ કરવામાં બાકી ન રાખી. પણ પરમાત્મશક્તિથી જ તૂટે એવાં કર્મ નડતા હોય ત્યાં હજારો શું લાખ રૂપિયા ખર્ચી નાખે, ને દુનિયાના નામાંકિત ડાકટેરેથી ઈલાજ લે, પણ તેથી શું વળે? પેલે મોટો લાખો કે ક્રોડ ડોલર શ્રીમંત, એને ચ લંગડાતા પગે ચાલવું પડે એમાં તકલીફ અને શરમ નડે છે પણ શું થાય? કેિવી દુર્દશા?
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy