SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] નિર્ધાર જોઈએ કે અકાર્ય સેવન, અસારગ્રહણ અને અહિત પ્રવર્તનમાં તાત્કાલિક ગમે તે લાભ કે હરખ દેખાતે હેય છતાં એ મારે ન જોઈએ, ન જોઈએ, તે નજ જોઈએ. એવા લાભ-હરખની હું કેડીની કિંમત ગણું છું. ઉલટું એમાં તે જીવની અનાદિરઢ રોઝારી વિષય-પરિગ્રહની ખણુજ લષ્ટપુષ્ટ થાય છે, ને ઉન્નતિ દૂર હડસેલાય છે. “શા સારૂ એ અર્થ–કામની ખણ જે તેડવાના આ એક માત્ર શ્રેષ્ઠ ભવમાં એને હવે મચક જ આપવી જોઈએ? એ તેડવાનું જ કેમ ન કરું ? શા માટે મારે અર્થ-કામના તુચ્છ આનંદને મહત્વ આપી આત્મસ હણ નાખવું જોઈએ? *“ “શું કામ સમજદારેમાં અંકાયે–અસાર-અહિત આદરી અધમાધમે કટિમાં મૂકાવું? જે બિચારા એન વિવેકને સમજતા નથી ને એ આદરે છે એ અધમ છે, ત્યારે હું સમજવા છતાં આદરૂં એ અધમાધમ છું. ભરત ચક્રવર્તીએ આ જ વિચાર્યું હંતું કે વિષને ભવત-સંસારવૃક્ષનું બીજ નહિ સમજનારા અધમ છે, ત્યારે હું સમજવા છતાં એ વિષને પકડી બેઠેલે અધમાધમ છું. આત્માની પાયરી વધારવાના આ સુંદર ભવમાં હલકી પાયરીએ ઊતારવાની મૂર્ખાઈ શા માટે? માટે મારે એવા તુચ્છ આનંદ ન જોઈ એ કૂચા જેવા મનઃસંતેષ જોઈએ નહિ. હું તે અકાર્ય–અસાર–અહિતના ત્યાગને જ વળગી રહીશ. એથી પ્રભુએ આ વિવેક આપવાના
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy