SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ]િ એ પ્રસંગના આધારે સંસાર ભરના પદાર્થોનું માપ કાઢે, અમે એ પર વૈરાગ્યની વૃદ્ધિ કરે. રાવણની હાર પર વાલી રાજાએ એ કર્યું - સ્થૂલભદ્રજીને રાજાએ મંત્રીમુદ્રિકા આપવા માંડી, ત્યારે એમણે માત્ર એમાં જ પોતાના પિતાના જેવો છે ન દેખે, પણ હવે તે પ્રાણપ્રિય કેશા વેશ્યામાં પણ ધે છે અને ઘરના સંસારમાં પણ દેખે દેખે. પિતાના પ્રાણ લૂંટનારી મંત્રીમુદ્રિકાના આધાર પર જગતના સમસ્ત વૈભવ-વિલાસ અને એનાં સાધનને પરખ્યા; અને જવલંત વૈરાગ્ય એ ઝળહળી ઊઠ કે હવે તે મંત્રીપણું જ શું, કેશો ય ન જોઈએ, ને ઘર પણ નહિ; સંસાર આખે ન જોઈએ.” આ “ પુરું સરવિવારના ર” જે આપણામાં બુદ્ધિ હેવાનો આપણે દાવે છે, તો એનું ફળ આ છે, એની સાર્થકતા કર્યાનું પ્રમાણપત્ર આ છે, કે આપણે તત્વની વિચારણા કરીએ; ઉપસ્થિત થયેલ પ્રસંગનું તત્વ, રહસ્ય, મર્મ વિચારીએ, એને બીજે બધે લાગુ થાય ત્યાં લાગુ કરી જોઈએ. રાજકુમારે રુકમીના એક પ્રસંગ પર જગતભરના પ્રસંગો નિહાળ્યા, અને સમસ્ત દુઃખનું–કલેશેનું કારણ શરીર જોયું. હવે એટલા જ માટે “આ પાપશરીરને પિષવાનું શું કામ છે ? ક્રમશઃ શેષીને સિરાવી જ દઉં,' એમ વિચારે છે. - રાજકુમારનો ભાવી કાર્યક્રમ :– તે શું આપઘાત કરવાને વિચાર છે? ના, પૂર્વે રુકમીને આવ્યું તે અવિવેકી વિચાર નથી. એ તે વિચારે છે કે હવે આ શરીરથી તીવ્ર પ્રાયશ્ચિત્ત વહન કરૂં. એ માટે પહેલાં તે
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy