SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. રાજકુમારની ભવ્ય વિચારણું રાજકુમારના મનમાં થાય છે કે “હા હા હા ! આ રાંકડી શું કરી રહી છે! રાગાભિલાષભરી દષ્ટિ નાખીને તે આ બિચારી. ઘોર અંધકારમય અને અનંત દુઃખની દાયક નરક-પાતાલમાં આ ઊતરી પડી ! પરંતુ એને શું વાંક કાઢું? વાંક મારા રૂપને, મારા શરીરને છે કે એ એને આ ગેઝારે રાગ કરાવી રહ્યું છે. ધિક્કાર પડો મને કે જેનું આ પુદ્ગલના લાચારૂપ શરીર રાગયંત્ર બની રહ્યું છે! તે હવે મારે આવું રાગયંત્ર ધારણ કરી રાખીને શું કામ છે? રાજકુમારની ભવ્ય ભાવના :“કેણ જાણે કેટલાયને આ શરીરનું રૂ૫ રાગના શસ્ત્રથી હણ્યા જ કરનારૂં બને ! આવી કલેઆમ ચલાવનાર આ જીવતરથી. સર્યું ! હવે તે આ પાપ શરીરને નાશ જ કરી દઉં..પણ ના, એમ અવિધિ મરણમાં એક તે કદાચ દુર્ગતિ થાય, અને બીજું આ જ માનવ કાયાથી સાધ્ય તપ–સંયમ દ્વારા ભાવી જન્મ-મરણ લાવનારાં કર્મોને જે વિધ્વંસ કરી શકાય છે એ કરવાનું રહી જાય. માટે એવા અવિવેકી અવિધિમરણથી સર્યું. એના બદલે
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy