SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] [ ૧૦ વૈજ્ઞાનિક સાધન પર આજે શ્રદ્ધા બેસી જાય છે, અને આધ્યાત્મિક સાધન પર નથી બેસતી! પરંતુ એ અજ્ઞાન દશા છે. આજની છેલ્લી શેની દવા-ઇંજેકશનથી રોગ જવાની શ્રદ્ધા ઝટ થાય છે. પરંતુ અરિહંતના નામ-પ્રણામથી રેગ જાય એ ક્યાં મનમાં રમે છે? તે પછી શું – તુજઝ પણ વિ બહુફલે હાઈ પાવંતિ ન દુખ-દોગચં; પ્રભુ ! તને પ્રણામ કરવાથી દુઃખ-દુર્ગતિ ન આવે,આ લખ્યું છે તે અમસ્તુ? ખોટું? શું એમ નથી બની શકતું ને લખી નાખ્યું છે ! કે આપણી શ્રદ્ધા નથી ? શાસ્ત્રવચન પર શ્રદ્ધા ન હોય તે સમ્યકત્વ રહે? આજના કાળે તે વિશેષ કરીને “આધ્યાત્મિક-ધાર્મિક સાધનાની અચિંત્ય શક્તિ છે_એવી શ્રદ્ધા ઝગમગાવવાને કાળ આવી લાગે છે, જેથી આ કાળના નવા નવા ફતવામાં મન લુબ્ધ ન બને, ડહોળાઈ ન જાય. અટલ શ્રદ્ધા કેળવવાની અને એ માટે વારંવાર ભાવના ભાવ્યા કરવાની કે “મારા અરિહંતમાં અને એમની ઉપાસનામાં તેમજ ત્યાગ-તપસ્યા અને કાર્યોત્સર્ગ બ્રહ્મચર્યાદિમાં જબરદસ્ત તાકાત છે અચિંત્ય શક્તિ છે કે જે સર્વ વિપત્તિ ટાળી દે અને પરમ સંપત્તિ પમાડી દે.” ધમપ્રભાવના દાખલા : આ ભાવવા સાથે અવારનવાર એના દાખલા ય યાદ કરવાજેમકે – શ્રીમતી નવકાર ગણીને અંધારામાં રહેલા ઘડામાંથી પતિની આજ્ઞાનુસાર ફૂલની માળા કાઢવા જાય છે. અંદરમાં
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy