________________
[ રુકમી જીવન જીવે. પછી એ માટે અસત્ય-ત્યાગ વગેરે મહાવતે પણ પાળે. . (૫) દયામાંથી બ્રહ્મચર્યની–મક્કમતા :
હે આયુષ્યમતી ! દયામય જીવનની બલિહારી છે. આ દયાને હૃદયમાં જે તું બરાબર ભાવે, વારંવાર એની ભાવના કરે, દિલને દયાથી ભારે ભાવિત કરે, તો એ માટે બ્રહ્મચર્યનું પાલન પણ તને ખૂબ જ ગમી જશે. એને પાકે નિર્ધાર રહેશે. કેમકે અબ્રહ્મસેવનમાં બેથી નવ લાખ માનવ જીવેને નાશ છે. માટે બ્રહ્મચર્યને નિર્ધાર થયા પછી કલંકિત અપકૃત્ય સ્વને પણ શાનું સ્કુરે? તું દયારૂપી ખેતરના રક્ષણ માટે વાડભૂત બ્રહ્મચર્યને અતિ દઢપણે પકડી રાખશે. નિરાશંસ નિઃસ્વાર્થભાવે જીવો પ્રત્યે સહજ દયા ઊભી થઈ ગઈ તે તેનું પાલન સરળ બની જાય છે. દયા એ વ્રતની વાડ છે.
(૬) વળી હે ધમપ્રિય બાળા! એ દયા મેક્ષમાગે પ્રવાસનું બળ છે. હૈયામાં જે દયા ભાવ, દયાપરિણામ, દયામય પરિણતિ જાગ્રતુ છે, તે સમ્યગ્ગદર્શનાદિ મોક્ષમાર્ગની આરાધના માટે હૃદય સારૂં બળવાન સશક્ત રહે છે. જે પ્રત્યે જે નિર્ધણિતા આવી તો હૈયું માર્ગની આરાધના માટે દુબળું અશક્ત બની જાય છે.
પ્રવ-શું સમ્યગ્દર્શનવાળે લડાઈ નહિ જ લડે? લડાઈમાં નિર્દયપણે શત્રુને નહિ મારે?
ઉ– માત્ર બહારની જ ક્રિયા ન જુએ, અંતરનાપરિણામ નિર. સમ્યગ્દર્શન જ શું પણ એથી ય નીચે અપુનબંધક અવસ્થાવાળે જીવ પણ કોઈ પણ પાપ તીવ્ર ભાવે