SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ન થઈ શકતી હોય તે વસ્તુ ન જ હોય, એ નિશ્ચય કરી શકાય તેવો નથી. આકાશ વગેરે કે પરમાણુ આદિ પદાર્થો બાહ્ય ઈન્દ્રિયોથી અગોચર હોવા છતાં તેની સત્તા દરેકને સ્વીકારવી જ પડે છે, તેમ બુદ્ધિ-જ્ઞાન આદિ આંતરિક વસ્તુ ઈન્દ્રિય પ્રત્યક્ષ ન થઈ શકતી હોય તે પણ સ્વ-સંવેદન (પ્રત્યક્ષ) થી પ્રત્યેકને તેની સત્તા સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે જ નહિ. જેઓ બહિરિન્દ્રિય ગોચર પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુભવાતા બાહ્ય પદાર્થોની સત્તા સ્વીકારવા તૈયાર છે, તેઓ એ પદાર્થોને અનુભવ કરાવનારા જ્ઞાનની જ સત્તા સ્વીકારવાની ના પાડે તે તેઓનું એ વર્તન, પુત્રને સ્વીકાર કર્યા બાદ માતાને જ અસ્વીકાર કરવા જેવું હાસ્યાપદ ઠરે છે. માટે જે ખાદ્ય પદાર્થોની સત્તા નિશ્ચિત થાય છે, તે તેને નિશ્ચય કરાવનાર જ્ઞાનાદિ આંતરિક પદાર્થોની સત્તા સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. બાહ્ય ઈન્દ્રિયોથી અગોચર બુદ્ધિ પણ સ્વ–સંવેદન ગોચર હેવાથી પિતાની હયાતિ પુરવાર કરે છે અને બુદ્ધિ જ જે માનવ સમુદાયનું સર્વસ્વ છે, તે તેને હણાઈ જતાં, નાશ પામતા કે વિપરીત માગે તણાઈ જતાં બચાવી લેવી એ મુખ્ય ફરજ થઈ પડે છે. ૪૪] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy