SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત અને સ્થિર થઈને વધુ જાગ્રત અને સમતલ બને છે–એ તેમને અનુભવ છે. દશ યતિ-ધર્મોમાંના ચેથા ધર્મની ઓળખાણ શાસ્ત્રકાર મહર્ષિ આ રીતે આપે છે. શૌચ બે પ્રકારે છે. એક બાહ્ય અને બીજો અત્યંતર. માત્ર પાણી વગેરેથી કાયાને સાફ કરવી તે બાહ્ય અને ત્યાદિ ભાવનાઓ વડે ચિત્તને શુદ્ધ કરવું તે અત્યંતર: શૌચ છે, આમ ચિત્ત શુદ્ધિ અર્થે સર્વત્ર મૈત્યાદિ ભાવનાઓને. પ્રયોગ સ્વીકારાયો છે. વસ્ત્રની શુદ્ધિ માટે પાણી ખપ લાગે છે, ઘડીયાળના યંત્રમાં ભરાયેલા કચરાને દૂર કરવા તેને પેટ્રોલમાં મૂકવામાં આવે છે. પ્રવેગ શાળાના અતિ નાજુક યંત્રને સાફ કરવા હવે અશ્રાવ્ય વિનિતરંગોનો ઉપયોગ થાય છે, તેમ મનને સાફ કરવા માટે પ્રેમ અને કરૂણા ભાવને ઉપયોગ જ્ઞાની ભગવંતે યુગથી કરતા આવ્યા છે. થાનની વાત તે દૂર રહી, નવકારવાળી ગણતી વખતે પણ ચિત્ત નિર્મળ હેવું જરૂરી છે. ઈર્ષ્યા, અસૂયા ક્રોધ, રોષ ઘણા, તિરસ્કાર, ઉ ો અસંતેષ વગેરે ચિત્તના મળે છે. ચિત્તને નિર્મળ રાખવાતેમાં મિત્રાદિ ભાવનાએને પ્રવાહ સતત વહેતે રહેવો જોઈએ. આપણું ચિત્તમાં ઈર્ષ્યા, અસૂયા જાગે છે તેને દૂર કરવા માટે પ્રમાદ ભાવના છે. ૧૭૬ ] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy