SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતુ-શેષ થતો નથી અને જે થાય છે, તે બ્રહ્મચર્યાદિ ગુણેને પુષ્ટિકારક હેવાથી પરિણામે લાભદાયી છે. પ્રશ્નઆયંબિલ કરવાથી જ્ઞાનતંતુ નબળા પડે કે કેમ ? ઉત્તર– જ્ઞાનતંતુ નબળા પડવાનું કારણ આયંબિલ નથી, પણ વધુ પડતી ચિંતા કરવાની કુટેવ છે. આયંબિલ તે એક સમર્થ ધર્માનુષ્ઠાન છે. અને ધર્માનુષ્ઠાનનું સેવન આત્માને સુગતિને હેતુ છે, એ દઢ વિશ્વાસ જેઓને છે, તેઓને બેટી ચિંતાઓ કદી થતી નથી અને તેથી તેઓના જ્ઞાનતંતુઓ કદી પણ નબળા પડતા નથી. પ્રશ્ન- આયંબિલના અદભૂત લાભને જગતને પ્રતીતિજનક અનુભવ કરાવવાને કેઈ સરળ ઉપાય બતાવી શકશો ? ઉત્તર- એક ઉપાય સુઝે છે અને તે એ છે કેતેલ, મરચાં, મસાલા આદિ ખાવાને અભ્યાસ હજુ જેઓને છે નહિ, અર્થાત્ જેમણે આ પદાર્થો હજુ વાપર્યા જ નથી, તેવા શુદ્ધ જાતિવાન બાળકે ઉપર નાની વયથી જ આયંબિલ તપને પ્રયોગ કરવામાં આવે તો, અમારી ખાત્રી છે કે તેમાંથી એકાદ બાળક વિશ્વોપકારી બની શકશે. નાની વયથી જ આ જાતને અભ્યાસ તેના જીવનમાં સત્વ ગુણની અપૂર્વ વૃદ્ધિ કરાવનાર નીવડે. આ ગુણમાં બધા ગુણ સમાયેલા છે. એ સર્વવિદિત હકીકત છે જેન તત્ત્વ રહસ્ય ૧૫૩
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy