SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જ્યારે પ્રભુની ભક્તિ સ્વરૂપે ઉછામણી દ્વારા શ્રીસંઘને અર્પણ-સમર્પિત કરેલું દ્રવ્ય એ શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્ય છે. જેનાથી શ્રાવક પ્રભુપૂજા આદિ ન કરી શકે. કારણ કે, એ અર્પણ કરેલું દ્રવ્ય છે, તે દેવદ્રવ્યનો ઉપયોગ દ્રવ્યસપ્તતિકાદિ ગ્રંથો અને પરંપરા આધારે જીર્ણોદ્ધાર-નવ્યચૈત્યના નિર્માણ આદિમાં જ કરી શકાય છે. અહીં “આદિ પદથી પ્રકરણ-૧માં સદુપયોગ વિભાગમાં જણાવેલા પ્રભુના આભૂષણો બનાવવા વગેરે જ લઈ શકાય. આવો ભેદ કોના આધારે? પ્રશ્ન:- આવો ભેદ તમે કોના આધારે પાડો છો? ઉત્તરઃ- દ્રવ્યસપ્તતિકા ગ્રંથની અવચૂરિમાં પાડેલા વિભાગો અને સુવિહિત પરંપરા અનુસાર તથા સયુક્તિના બળે એ ભેદો પડેલા જ છે. અમે તો માત્ર એને તમારી આગળ રજૂ કર્યા છે. એ પ્રકારોને શાસ્ત્ર અને પરંપરાનું પીઠબળ હોવાથી પ્રામાણિક જ છે. હવે એ અંગે કેટલીક વિચારણા કરીશું. (૧) અવચૂરિકારે વિવિધ ભેદો પાડીને દેવદ્રવ્યનું વિભાગીકરણ કરી આપ્યું છે. (૨) વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪માં થયેલા શ્રમણ સંમેલનોના ઠરાવો ઉપર દષ્ટિપાત કરતાં પણ એ વિભાગીકરણને પુષ્ટિ મળે છે. (૩) “વિશ્વમંગલ પ્રકાશન મંદિર-પાટણ દ્વારા પ્રકાશિત “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” પુસ્તકમાં સંગૃહિત થયેલા પત્રો પણ પૂર્વનિર્દિષ્ટ વિભાગીકરણનું સમર્થન કરે છે. એમાંના અમુક પત્રો પરિશિષ્ટરમાં આપેલા છે. અહીં યાદ રાખવું કે, એ પત્રો જે પૂ.આચાર્ય ભગવંતો દ્વારા લખાયેલા છે, તે પૂજ્ય વડીલો વર્તમાન સાધુઓના વડીલો જ છે. તેમાં પ્રાયઃ દરેક સમુદાયના પૂ. આ.ભગવંતોના પત્રો છે.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy