SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૯ શાસ્ત્રો જ પ્રમાણભૂત ગણવા જોઈએ. - ખરી રીતે તો આ દ્રવ્ય પૂ.સાધુ-સાધ્વીજી ક્ષેત્રનું હોઈ તેમના સ્મારકમાં કે તેમનાં ઉપરનાં ક્ષેત્રમાં મહોત્સવ-જીર્ણોદ્ધારાદિમાં જાય તે જ યોગ્ય છે અને શાસ્ત્રાનુસારી છે. ૦૧૯૭૬ વગેરેના અને ૨૦૪૪ના સંમેલનો વચ્ચેના તફાવતો: પ્રસ્તુત વિચારણામાં વાચકોને અગત્યની સત્ય વાતોથી વાકેફ કરવા પણ અત્યંત જરૂરી છે, તે નીચે મુજબ છે. ૦ વિ.સં. ૧૯૭૬માં ખંભાત મુકામે (પરિશિષ્ટ-૧માં જણાવ્યા મુજબ) પૂ.આચાર્ય ભગવંતો ભેગા મળ્યા હતા અને ચર્ચા-વિમર્શ કરી સર્વસંમતિથી ઠરાવો કર્યા હતા. તેનો કોઈ સમુદાયે વિરોધ પણ કર્યો નહોતો, પરંતુ તપાગચ્છના સર્વ સમુદાયોએ સંમતિ આપી હતી. ૦ વિ.સં. ૧૯૯૦નું સંમેલન અમદાવાદ મુકામે ભરાયું હતું. તે સંમેલન વખતે અમદાવાદના તે વખતના નગરશેઠે બે-ત્રણ મહિના પહેલાંથી જ સર્વે પૂ.આચાર્યાદિ મુનિ ભગવંતોને પત્રો લખી અમદાવાદ પધારવા આમંત્રણ આપ્યું હતું. તે સંમેલનમાં શાસ્ત્રીય વિચારણાપૂર્વક સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા હતા. ' ૦ વિ.સં. ૨૦૧૪માં રાજનગરસ્થિત પૂજ્યોએ ભેગા મળી નિર્ણયો નક્કી કર્યા અને તેને બહાર રહેલા અન્ય પૂ. આચાર્ય ભગવંતોના અભિપ્રાયાર્થે મોકલી સર્વસંમતિ સાધી પછી જાહેરમાં મૂક્યા હતા. એ નિર્ણયોના આધારે જ પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજે “ધર્મદ્રવ્યવ્યવસ્થા” નામની પુસ્તિકા બહાર પાડી હતી. (અહીં યાદ કરાવવું જરૂરી છે કે, એ પુસ્તિકા મુજબ વિ.સં. ૨૦૪૪ સુધી મોટાભાગના સંઘોમાં ધર્મદ્રવ્યની વ્યવસ્થા સુંદર ચાલતી હતી.) ૦ ૨૦૪૪'ના સંમેલન વખતે પૂર્વેના સંમેલનો વખતે કરવામાં આવેલી કોઈ પૂર્વ પ્રક્રિયા કરાઈ નહોતી. તમામ સમુદાયોને આમંત્રણ
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy