________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૨) વીતરાગ દેવની ભક્તિ માટે શ્રાવકોએ અલગ રાખેલું કે શ્રીસંઘને આપેલું દ્રવ્ય. જેમ કે, અમુક રૂપિયા મારા કેસર લાવવામાં વાપરજો, એવી રીતે પ્રભુભક્તિ માટે આપેલા દ્રવ્યનો સમાવેશ આમાં થાય છે.
> આથી પૂજા સ્વરૂપે આવેલું દ્રવ્ય અને પૂજા માટે આવેલું દ્રવ્ય : આ બે વચ્ચે તફાવત છે.
– પૂજા સ્વરૂપે આવેલા દેવદ્રવ્યનો સદુપયોગ પૂર્વે જણાવ્યા મુજબ જિનમંદિરનો જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં થાય છે. ૧૯૯૦ના સંમેલનના પાંચમા ઠરાવમાં આ જ વાત જણાવવામાં આવી છે અને પૂજા માટે આવેલા દ્રવ્યનો સદુપયોગ દાતાની ભાવના મુજબ દહેરાસરના કોઈપણ કાર્યમાં થઈ શકે છે. આ વિષયની વિશેષ વિચારણા આગળ કરીશું.
– વિ.સં. ૧૯૭૬’ના શ્રમણ સંમેલનના ઠરાવ-૨માં બંને પ્રકારના દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષા કરવાનું ફરમાવ્યું છે અને જે “પૂજા માટે જરૂરી ઉપકરણોની વાત છે, તે બીજા પ્રકારના શ્રાવકે આપેલા દેવદ્રવ્યમાંથી લાવવાની વાત છે.
-વિ.સં. ૧૯૭૬’ના શ્રમણ સંમેલનના ઠરાવ-ર મુજબ શ્રીસંઘને માર્ગદર્શન સંમેલનના સૂત્રધાર પૂ.આચાર્ય ભગવંતો આદિ આપતા જ હતા અને છેક વિ.સં. ૨૦૪૪ સુધી તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ તે જ રીતે માર્ગદર્શન આપતા હતા. તે આગળ પ્રકરણ-૪માં જણાવવામાં આવેલા (અમુક લેખકશ્રીઓના પુસ્તકમાંથી ગ્રહણ કરીને મૂકેલા) લેખો ઉપરથી ખ્યાલ આવી જશે.
– તદુપરાંત, વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલનના દેવદ્રવ્ય સંબંધી પ્રથમના ચાર ઠરાવથી પણ એ જ વાત ફલિત થાય છે. આથી જે વ્યક્તિની જે માન્યતા નથી, તે તેમના નામે પ્રચારીને શ્રીસંઘમાં બુદ્ધિભેદ ઉભો કરવો – ભ્રમ ઉભો કરવો તે કામ સજ્જનનું તો નથી જ. તથા એ મહાપુરુષના સમગ્ર વ્યક્તિત્વને નિહાળતાં એ વાત જ સ્પષ્ટ બને