________________
પરિશિષ્ટ-૧૮
૪૩૫
પ.પૂ. ગુરુવર્યોની અને સુવિહિત આચરણા પ્રમાણે અમારા સમુદાયના પ.પૂ. ગુરુવર્યોશ્રી પણ દેવદ્રવ્ય ખાતે લેવરાવે છે. તે સુવિહિત આચરણા પ્રમાણે હું પણ દેવદ્રવ્ય ખાતે જ જમે લેવરાવું છું.
વર્તમાનમાં કેટલાંક ગુરુવર્યો પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતે લેવા જણાવે છે તે ઉચિત કે અનુચિત છે. તે અંગે કોઈ પણ ચર્ચા સમીક્ષા કર્યા વિના હું નિમ્નસ્તરીય ધર્મક્ષેત્રનું દ્રવ્ય ઉચ્ચસ્તરીય ધર્મક્ષેત્રમાં સુવિનિયોગ થઈ શકે. એવી જિનાજ્ઞા હોવાથી અને જેમનું લાખો ક્રોડો સુવર્ણમુદ્રાથી ગુરુપૂજન કરેલ તે તારક પ.પૂ. ગુરુવર્યોએ પણ જિનાલયોના જીર્ણોદ્ધાર આદિમાં જ સુવિનિયોગ કરવા કરાવવા અર્થે જ શ્રી સંઘને અર્પણ કરાવેલ હોવાથી ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપે જ જમે લેવાની હું માન્યતા ધરાવું છું. એટલે ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય રૂપે લેવરાવવામાં મને દોષ લાગે તેમ નથી. પરંતુ ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. એવું સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનમાં હોય, તો મોરારજી મીલની ચાદર ઓઢીને પોક મૂકવાનો વારો કોને આવશે? તેનો નિર્ણય ગુરુપૂજનનું દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતે લેવાની પ્રરૂપણા કરનાર પક્ષકારોએ સ્વયં કરી લેવો પરમ હિતાવહ લેખાશે.