________________
પરિશિષ્ટ-૧૨ પૂજ્યવડીલોના પત્રો અંગે ખુલાસો:
(A) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં જે પૂ.વડીલોના પત્રો નહોતા, તે પત્રો દ્વિતીય-તૃતીયાદિ આવૃત્તિઓમાં જોવા મળે
(B) તે પત્રો ઘણી શંકાઓ ઊભી કરે છે. કારણ કે, (૧) તે પત્રો કઈ સાલમાં લખાયા છે, તેની એમાં નોંધ નથી. (૨) તે તે પૂજય વડીલોના પત્રો માત્ર વિચારણારૂપે હતા કે નિર્ણય જણાવવા રૂપે તે પણ નક્કી થતું નથી અને (૩) તે પત્રો પૂજ્યોના કાળધર્મ પછી જ કેમ છપાયા છે - આગળ કરવામાં આવ્યા છે? એ મોટામાં મોટો પ્રશ્ન છે? તથા (૪) એ પત્રોમાં જણાવેલી વાતો મુજબ પૂ.વડીલોએ સંઘોમાં વહીવટી નિર્ણય કેમ ન કરાવ્યા, એ પણ પ્રશ્ન છે.
(C) તદુપરાંત, તે પત્રો માત્ર વિચારણારૂપે જ હોવાની સંભાવના વધારે પ્રબળ છે. કારણ કે, તે તે પૂ.વડીલોએ પત્રોમાં લખાયેલી વાતોની ક્યારેય જાહેરમાં પ્રરૂપણા કરેલી નથી, જાહેરમાં નિર્ણયની ઉદૂઘોષણા નથી કરી કે પોતાના સમુદાયમાં એના અંગેનો નિર્ણય કરાવડાવ્યો નથી તથા પોતાનાથી પ્રભાવિત સંઘોમાં તેવા પ્રકારના નિર્ણયો કરાવડાવ્યા નથી. આથી માત્ર એ પરસ્પરની વિચારણારૂપે પત્રો લખાયા હતા, એવું માનવું વધુ ઉચિત છે. .
(D) વળી, પૂજ્યપાદપ્રેમસૂરિદાદાના અન્ય નિર્ણય જણાવવારૂપે લખાયેલા પત્રમાં “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આવી માન્યતા સ્પષ્ટ જોવા મળે છે અને પ્રભુપૂજાની વિધિ પણ “મધ્યસ્થબોર્ડને લખાયેલા પત્રમાં જોવા મળે છે. તેમાં ક્યાંયે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત નથી. આ પત્રની સાચી વિગત આગળ જણાવી જ છે.
(E) આથી માત્ર વિચારણારૂપે કાચા ખરડારૂપે લખાયેલા પત્રોને નિર્ણયો રૂપે જાહેર કરવા અને એ પણ પત્રલેખક પૂજ્ય વડીલોની ગેરહાજરીમાં, એ સજ્જનોચિત કાર્ય નથી, તે સૌ કોઈ સમજી શકે છે.
(F) અહીં હવે અમે જિનવાણી, વર્ષ-૧૯, અંક-૧૫-૧૬-૧૭-૧૮માં