________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૩૯૪
ખરીદવાનું કે ફીટીંગ કરાવવાનું કે ટેલીફોન અંગેનું કોઈપણ ખર્ચ કરવાનું. ૧૦. ધોતીયા, ખેસ, કામળિયા, તથા બહેનોના પૂજાનાં વસ્ત્રો ખરીદવાનું. ૧૧. દેરાસરના કાર્ય માટે પૂજારી, ઘાટી, મહેતાજી વગેરે નોકરોને પગાર આપવાનું. ૧૨. પખાળ અંગે પાણી દૂધ વગેરે લાવવાનું અને ન્હવણ વગેર પધરાવવાનું.
આ પ્રમાણે દેવદ્રવ્ય અંગેની પ્રથમ છ કલમનું ખર્ચ દેવદ્રવ્યમાંથી કરવું જોઈએ અને સાધારણ દ્રવ્યના ઉપયોગ અંગેનું સાતથી બાર કલમોનું ખર્ચ સાધારણ પ્રમાણે કરવું જોઈએ.
ટિપ્પણી : આ બધી બાબતોનો સર્વાંગી વિચા૨ ક૨વામાં આવે તો પ્રસ્તુત ધા.વ.વિ. પુસ્તકમાં કલ્પિત દેવદ્રવ્ય અંગે જે પ્રતિપાદન કરાયું છે અને શ્રી સંઘને જે રીતે માર્ગદર્શન અપાય છે, તે શ્રી સંઘને ખરેખર ઉન્માર્ગે દોરનારું છે. એમ મધ્યસ્થ વિચારકને સમજાય તેવું છે. તે વર્ગ પાછો ફરે તેવી આશા હાલ તો વધારે પડતી છે. પરંતુ ભદ્રિક જીવો, અલ્પજ્ઞ જીવો પરમાત્માની આજ્ઞા મુજબના સાચા રસ્તેથી ખસી ન જાય તેની પૂરતી સંભાળ રાખવાની છે.
તેમનો દાવો છે કે અમે આ બધું સંઘની એકતા માટે કર્યું છે પણ એકતા ક્યાં થઈ ? પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરનારને તો એ એકરાર કરવો પડશે કે જે કાંઈ થોડી ઘણી પણ એકતા હતી તે પણ ગઈ અને અનેકતા થઈ. સિદ્ધાંતના ભોગે એકતા કદી હોઈ શકે નહિ.’ એવું જોરશોરથી કહેનારા તેમણે જ મૃગજળ જેવી એકતા હાંસલ કરવા સર્વજ્ઞકથિત કેટલાં સિદ્ધાંતોના ભોગ આપ્યા, તેનો વિચાર કરવા તેઓ તો નથી થોભવાના, પરંતુ સંમેલનની પ્રવર સમિતિના ખુદ અધ્યક્ષશ્રીએ બની ગયેલા બનાવોનું એક આચાર્ય ભગવંત પર લેખલા પત્રમાં જે સાચું ધ્યાન આપ્યું છે અને પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કર્યું છે, તે કોઈ પણ સમજું આત્માની આંખ ઉઘાડે તેવું છે. તે પત્ર નીચે મુજબ છે –