________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૩૮૮
થાળીમાં પૈસા.(૧૪) પરમાત્માના ભંડારમાંથી નીકળતી તમામ રકમ.
સદુપયોગ ઃ
(૧) જિનપ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં. (૨) જિનપ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં. (૩) સ્નાત્રપૂજા માટે ત્રિગડુ વગેરે બનાવવામાં. (૪) જિનભક્તિ માટે ઉપકરણો બનાવવામાં. (૫) જિનપ્રસાદ નિર્માણ કરવામાં. (૬) જિનપ્રસાદોનો જીર્ણોદ્ધાર કરવામાં. (૭) આક્રમણ સમયે જિનમૂર્તિ, મંદિર આદિના રક્ષણમાં. (૮) આપદૂધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ પરનો ટેક્ષ વગેરે ભરવામાં.
પ્રશ્ન ઃ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવામાં આવે તો શો વાંધો ?
ઉત્તર : દેરાસ૨માં શ્રાવકોને જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરાવવા માટે પૂજારી રાખવામાં આવે છે, એટલે શ્રાવકનું કાર્ય કરનારા પૂજારીને મંદિરનો પગાર કેમ આપી શકાય ? એમ કરવામાં દેરાસરના પૈસે શ્રાવકોએ પોતાનું કામ કરાવ્યાનો દોષ લાગે.
પ્રશ્ન : સ્વપ્નદ્રવ્ય-ઉપધાનની માળારોપણનું દ્રવ્ય કયા ખાતામાં લઈ જવું જોઈએ ?
ઉત્તર : સ્વપ્નદ્રવ્ય, ઉપધાનની તથા સંઘની માલારોપણનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જવાય. બીજાં ખાતાંઓમાં લેવાય નહિ. ભૂતકાલીન મુનિસંમેલનમાં તેવા પ્રકારના ઠરાવો પણ થઈ ચૂકેલા છે.
પ્રશ્ન : ગુરુપૂજનના પૈસા કયા ખાતામાં લઈ જવા જોઈએ ?
ઉત્તર : ગુરુદ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાની પરંપરા છે. સેનપ્રશ્ન, દ્રવ્યસપ્તતિકા આદિ ગ્રંથોમાં પણ દેવદ્રવ્યમાં જ લઈ જવાનું જણાવેલ છે. કેટલાક લોકો આ દ્રવ્યને ગુરુવૈયાવચ્ચમાં લઈ જાય છે, તે જરાયે ઉચિત નથી.
પ્રશ્ન : ગુરુપૂજનના દ્રવ્યમાંથી સાધુ વૈયાવચ્ચ કે સાધુના ફોટા (તૈલચિત્ર) વગેરે બનાવવામાં વાપરી શકાય ?
ઉત્તર ઃ ગુરુદ્રવ્ય ગુરુ વૈયાવચ્ચમાં ન વાપરી શકાય તેમ જ સાધુના તૈલચિત્રો વગેરે બનાવવાનાં કાર્યોમાં પણ વાપરી શકાય નહિ.