________________
પરિશિષ્ટ-૫
૩૭૭ પ્રકારનો પાઠ છે. શક્તિ ન હોય તેને માટે કાયાથી ભક્તિ થઈ શકે તેવાં, અન્યનાં ફૂલ ગૂંથી આપવાં, મંદિરનો કાળો લેવો વગેરે પ્રભુ ભક્તિનાં અન્ય કાર્યો શાસ્ત્ર બતાવ્યાં જ છે. આ વિધાનથી જ સમજી શકાય છે કે – દેવદ્રવ્ય ભક્ષણાદિ (વિનાશાદિ) દોષો લાગે.
તેમનો બીજો પ્રશ્ન છે કે - પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા ન જ થાય તેવો કોઈ શાસ્ત્રપાઠ છે ?
– તો ઉપરના શાસ્ત્રપાઠો આમાં પણ વિચારવાના છે. સ્વદ્રવ્યથી પૂજા કરવાની શાસ્ત્રાજ્ઞા છતાં સ્વકર્તવ્યરૂપ જિનપૂજા દેવદ્રવ્યથી કરે તો દેવદ્રવ્ય વિનાશ આદિ દોષ લાગુ પડે તેમ છતાં એની સામે કુતર્ક ઊભા કરી બીજો અર્થ કાઢે ત્યારે પૂ. મહામહોપાધ્યાયજીએ અમૃતવેલની સજઝાયમાં કહ્યું કે - “બહુપરે લોકને ભોલવ્યા, ગૂંથીયા આપ મત જાલરે,” એ ઉક્તિ સાચી પાડે છે. સ્વદ્રવ્ય બચાવીને પરદ્રવ્યથી પ્રભુ પૂજા જેવું ઉત્તમ કાર્ય પતાવવાની વૃત્તિવાળાને અવજ્ઞા, અનાદર આદિ દોષો જરૂર લાગે છે. આ બધા વિષયો અંગે સ્વ.પૂ. ગચ્છાધિપતિશ્રીજીએ પોતાના પ્રવચનોમાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે. પોતે ય દોષમાં ન પડે તેમ કોઈ પણ ભવ્ય આત્મા દોષમાં ન પડે તેની તેઓ સતત કાળજી રાખતા.
ત્રીજો પ્રશ્ન એવો કર્યો છે કે- “પદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરનાર પૂજકને કોઈ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં ફરમાવ્યું છે ?” આનો જવાબ એ છે કે -- પ્રાયશ્ચિત્તનો આધાર દોષ સેવનારના પરિણામ ઉપર છે. એ ગીતાર્થોનો વિષય છે. અમુકનું અમુક જ પ્રાયશ્ચિત્ત એવું ચોક્કસ હોતું નથી. ગીતાર્થો છેદ ગ્રંથોના આધારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે વિચારી પ્રાયશ્ચિત્ત આપે છે. પ્રાયશ્ચિત્તનો પ્રશ્ન જાહેરમાં પૂછવાનો વિષય નથી અને એનો જવાબ પણ જાહેરમાં આપવાનો ન હોય.
ચોથો પ્રશ્ન એ છે કે - “દેવદ્રવ્યથી પૂજા કરનારનો અનંત સંસાર વધે તેવું કોઈ ઉદાહરણ છે ?”
શ્રાદ્ધવિધિમાં લક્ષ્મીવતી શ્રાવિકાનું ઉદાહરણ છે. એ શ્રાવિકાએ પોતે કરેલા ઉજમણા આદિમાં દેવદ્રવ્યના ઉપકરણો ઓછો નકરો આપીને વાપર્યા તો પણ તેને તેના અન્ય ભવોમાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં હતાં.