________________
૩૭૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા મળ્યા હતા. ત્યારે આ વિષયની વાત થતાં મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. મેં કહ્યું કે - દેવદ્રવ્ય ભક્ષણનું (દુરુપયોગનું) જે પ્રાયશ્ચિત્ત હોય તે આવે. તમે કહો છો તેવા જ અક્ષરો કદાચ ન પણ મળે. આલોચનાના કેટલાક સ્થાનો એવાં હોય કે પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં એના ચોખા અક્ષરો ન લખ્યા હોય છતાં ગીતાર્થો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ પ્રાયશ્ચિત્ત ગ્રંથોના આધારે પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્ત લેવા આવનારે કયા સંજોગોમાં કેવા ભાવે દોષનું સેવન કર્યું છે, તે જોઈને ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે.
સભાઃ “પં. શ્રી ચંદ્રશેખરવિજય મ.ના ગુરુ ખોટું કરતા હતા?”
- આ સવાલ સારો છે. તેમણે પોતાના ગુરુની પરંપરાનો વિચાર કર્યો હોત તો ય આ પ્રવૃત્તિ ખોટી છે, આચરવા જેવી નથી, છોડી દેવા જેવી છે તેમ તેમને જરૂર સમજાત.
૧૯૯૦ના સંમેલનની તેઓ ટીકા કરે છે પણ તે સંમેલનમાં પૂ. આચાર્ય શ્રીદાનસૂરિજી મ., પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરિજી મ. (ત્યારે ઉપાધ્યાયજી) હાજર હતા. ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જવાનું તેઓ કહેતા હતા. ગુરુદ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવાનું કહીને પંન્યાસજીએ ગુરુ પરંપરા તોડી છે, એમ કહેવાય.
પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરિ મ. તથા પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ મ.ની પણ .આજ પરંપરા હતી. પોતાના ગુરુદેવને માને તો ય કલ્યાણ થાય.'
સભાઃ “મુંબઈમાં મિટીંગ થઈ તેમાં આપણા તરફથી શાસ્ત્રપાઠો આપ્યા નથી તેમ કહેવાય છે. તે સાચું છે?”
–ના, તે સાચું નથી. આચાર્ય શ્રી જિન્દ્રસૂરિજીએ ૪૦ શાસ્ત્રપાઠો ત્રીજે જ દિવસે મોકલ્યા છે. પણ તેમને એ જોવા જ ન હોય ને ખોટો પ્રચાર કર્યે રાખવો હોય ત્યાં શું થાય?
સભાઃ “શાસ્ત્રપાઠો બધા ન સમજી શકે, પણ ઓછું ભણેલા પણ સમજે તેવી ભાષામાં લખાણ તૈયાર ન કરવું જોઈએ?”
– એ પ્રયત્ન ચાલું છે. [એ ૪૦ શાસ્ત્રપાઠોના અર્થ-ભાવાર્થ સહિતનું