________________
પરિશિષ્ટ-૨
૩૪૧ એટલે ઉપરની બન્ને બાબતોની આવક દેવદ્રવ્યમાં લઈ જવાય તે શાસ્ત્રાધારે તથા પરંપરાથી નિશ્ચિત છે. પછી મતિ કલ્પનાથી કોઈ સમુદાય મરજી મુજબ કરે તે વાસ્તવિક કહેવાય નહિ. સુષ લિં વહુના ધર્મધ્યાન કરતા રહેશો.
લી. ધર્મસાગરના ધર્મલાભ. તા.ક. - ગત વર્ષે અમારું ચોમાસું મુંબઈ આદીશ્વરજી ધર્મશાળા પાયધુની ઉપર હતું. સુપના, પારણાની તમામ આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો ચોક્કસ ઠરાવ કરી સંઘે અમારી નિશ્રામાં સુપના ઉતારેલ તે જાણશો. આ સંબંધી વધુ જે કાંઈ માહિતી જોઈએ તે સુખેથી લખશો. ભવભીરૂતા હશે તે આત્માઓનું કલ્યાણ થશે. સંઘમાં બધાને ધર્મલાભ કહેશો.
(આ અભિપ્રાય પૂ. આચાર્ય મ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. શ્રીના પ્રશિષ્યરત્ન વર્તમાનમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો છે.)
(૨૦)
શ્રી નમિનાથજી ઉપાશ્રય,
મુંબઈ નં. ૩ તા. ૧૨-૮-૫૪ લી. ધુરંધરવિજય ગણિ,
તત્ર શ્રી દેવગુરુ-ભક્તિકારક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. અત્રે શ્રી દેવગુરુ પસાયે સુખશાંતિ છે. સ્વપ્નાદિની ઘીની ઉપજ અંગે પૂછાવ્યું તો અમારા ક્ષયોપશમ અનુસાર સુવિદિત ગીતાર્થ સમાચારીને અનુસરતા ભવ્યાત્માઓ તેને દેવદ્રવ્યમાં લઈ જાય છે, અમને પણ એ વ્યાજબી જણાય છે. બાકી વિશેષ ખુલાસો રૂબરૂ થાય. એ જ ધર્મારાધનમાં યથાસાધ્ય ઉદ્યમવંત રહેવું.
(આ અભિપ્રાય પૂ.આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટાલંકાર પૂ.આ.ભ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. શ્રી ના પટ્ટાલંકાર વર્તમાનમાં પૂ.આ.ભ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ.નો છે.)