________________
પરિશિષ્ટ-૨
૩ો
મુસાડી ત્રાવણ સુદ ૭ ધર્મવિજય આદિ તરફથી. સુશ્રાવક અમીલાલ રતીલાલ મુ. વેરાવળ.
યોગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે પત્ર મળ્યો બીના જાણી ઉત્તરમાં જણાવવાનું કે સ્વપ્ન પારણાદિની બોલીનાં ઘીની ઉપજ શાસ્ત્રદૃષ્ટિએ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેમજ તીર્થમાળા ઉપધાનની માળાદિનાં ઘીની ઉપજ પણ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેનો શાસ્ત્રમાં પાઠ પણ છે. માટે દેવદ્રવ્યમાં લઈ જવું ઉચિત છે. ધર્મસાધનમાં ઉદ્યમ રાખશો.
દઃ ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજનો છે.)
(૧૯)
નાગપુર સીટી નં. ૨ ઇતવારી બઝાર,
જૈન શ્વે. ઉપાશ્રય તા. ૧૧-૮-૫૪ ધર્મસાગર ગણિ આદિ ઠા. ૩ તરફથી.
સુશ્રાવક દેવગુરુ-ભક્તિકારક શાહ અમીલાલ રતિલાલ વેરાવળ. ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો પત્ર તારીખ ૯-૮-૫૪નો આજે મળ્યો. વાંચી બીના જાણી.
(૧) ચૌદ સુપનાં, પારણા ઘોડીયા તથા ઉપધાનની માળા આદિનું ઘી શાસ્ત્રીયરીતિયે તથા પરંપરા અને જ્ઞાનીઓની આજ્ઞા મુજબ દેવદ્રવ્યમાં જ લઈ જવાય. તેના માટે અમદાવાદ મુકામે સં. ૧૯૯૦માં સમસ્ત જે.મૂ.શ્રમણ સંઘે એકમતે સ્પષ્ટ નિર્ણય કરેલ છે. તે મંગાવી વાંચી લેવા. આ નિર્ણયનો છાપેલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદથી મળી શકશે. તેમાં સ્પષ્ટ છે કે પ્રભુજિનેશ્વરદેવ સમક્ષ કેનિમિત્તે દેરાસર કેદેરાસરની બહાર ભક્તિનિમિત્તે જે