________________
પરિશિષ્ટ-૨
૩૩૭ જો કે ચૌદ સ્વપ્ન દર્શન પ્રભુની બાલ્ય અવસ્થાના કાળના છે. પરંતુ આપણે બાલ્ય માનીને કરવાનું નથી પરંતુ તે તીર્થકર આ ભવમાં જ થવાના છે. એટલે બાલ્યવયરૂપ દ્રવ્ય નિક્ષેપો ભાવનિક્ષેપનું મુખ્ય કારણ માનીને શુભ કાર્ય કરવાના છે, એટલે ત્રિલોકાધિપતિ પ્રભુ ભગવંતને ઉદ્દેશીને જ સ્વપ્ન વગેરે ઉતારવાનાં હોવાથી જે ઉદ્દેશીને કાર્ય કરવામાં આવે તે ઉદ્દેશમાં જ ખરચવું તે જ ઉચિત ગણાય. જેથી સ્વપ્નાદિનું ઘી ત્રિભુવનનાયક પ્રભુને ઉદ્દેશીને બોલવામાં આવે છે એટલે તેમાં જ તે ઉપજ ખર્ચાય તે ઉચિત ગણાય.
(પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. શ્રીજીનો આ અભિપ્રાય છે.)
(૧૫)
ભુજ તા. ૧૨-૮-૫૪ ધર્મપ્રેમી સુશ્રાવક અમલાલભાઈ,
લી. ભુવનતિલકસૂરિના ધર્મલાભ. પત્ર મળ્યો. જિનદેવને આશ્રિત જે ઘી બોલાય તે સઘળું દેવદ્રવ્યમાં જ જવું જોઈએ એવા શાસ્ત્રીય પાઠો છે. દેવદ્રવ્ય સિદ્ધિની પુસ્તિકા વાંચી જવા ભાલમણ છે. મુનિસંમેલનમાં ય ઠરાવ થયેલો હતો. દેવાશ્રિત સ્વપ્નાં, પારણું કે વરઘોડા આદિમાં બોલાતી બોલીઓનું દ્રવ્ય તેમજ માલારોપણની આવક આ સઘળું ય દેવદ્રવ્ય જ કહેવાય અને તે દેવદ્રવ્ય સિવાય અન્ય કોઈપણ ખાતામાં તેનો ઉપયોગ ન જ થઈ શકે.
કોઈ વ્યક્તિઓ એમાં મતભેદ ધરાવે છે પણ તે અશાસ્ત્રીય અને અમાન્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની આજ્ઞા છે, પણ હાનિ કરનારને મહાપાપી અને અનંતસંસારી થયાનું શાસ્ત્ર ફરમાન છે. તો આજના સુવિહિત શાસ્ત્રવચનશ્રદ્ધાળું આચાર્ય મહારાજાઓનો આ જ સિદ્ધાંત છે અને ફરમાન છે. કારણ કે, ભવભીરૂ
છે.