________________
પરિશિષ્ટ-૨
૩૩૫
દેવદ્રવ્ય તરીકે જ નક્કી કરવામાં આવેલ છે.
(૧૧)
ભાવનગર શ્રાવણ સુદ ૬ લી. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મ. શ્રી તરફથી દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચવા.
અત્રે ધર્મપસાયે શાંતિ છે. તમારો કાગળ મળ્યો. સમાચાર જાણ્યા. તમોએ ૧૪ સુપન, ઘોડીયા પારણાં તથા ઉપધાનની માળાની ઉપજ (ઘી)નું દ્રવ્ય કયા ખાતામાં લઈ જવાય એનો શાસ્ત્રાધારે મારી પાસે ખુલાસો માગ્યો, આવી ધાર્મિક બાબત તરફ તમારી જિજ્ઞાસા લાગણી બદલ ખુસી થાઉં છું. પરંતુ તમારે ત્યાં ચાતુર્માસ આચાર્યાદિ સાધુઓ છે, તથા વેરાવળમાં કંઈક વર્ષોથી આ બાબતનો કેટલાએક આચાર્ય આવી ગયા તથા પંડિત મુનિરાજોના ઉપદેશ, ચર્ચા, વાટાઘાટ ચાલ્યા જ કરે છે, તે સંબંધમાં શાસ્ત્રાધારે તે દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ છે એમ દાંડી પીટીને મુનિરાજો કહેતા આવ્યા છે અને કહે છે. કોઈ પોતાના ઘરનું કહેતા નથી. પણ શાસ્ત્રાધારે કહે છે એને શાસ્ત્રની શ્રદ્ધાથી માનનારાસ્વીકારનારા ભવભીરૂ આત્માઓ તે મુજબ સ્વીકારી લે છે.
દ: ચરણવિજયજીના ધર્મલાભ.
(૧૨)
શ્રી જૈન વિદ્યાશાળા, વિજાપુર (ગુજરાત) લી. આચાર્ય કીર્તિસાગરસૂરિ, મહોદયસાગર ગણિ વિ. ઠા. ૮.
શ્રી વેરાવળ મધ્ય દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલભાઈ વગેરે.
યોગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણી આનંદ થયો છે. અમો સર્વે સુખશાતામાં છીએ. તમો સર્વે સુખશાતામાં હશો. વગેરે લખવાનું કે તમોએ લખ્યું કે સુપન, પારણાં ઘોડીઆ તથા શ્રી ઉપધાનની માળાની બોલીનું ઘી કયાં લઈ જવું? તો જણાવવાનું જે પારણાં