________________
પરિશિષ્ટ-૨
૩૩૧ તા. ૧૦નો તમારો કાગળ મળ્યો છે. ચૌદ સુપન, પારણા, ઘોડિયાં તથા ઉપધાનની માળાદિનું ઘી (ઉપજ) અમદાવાદ મુનિ સંમેલને શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ છે. તે મુજબ તે જ યોગ્ય છે, એ જ ધર્મસાધનામાં ઉદ્યમવંત રહેવું.
દઃ ત્રિલોચનવિજયના ધર્મલાભ.
પાલીતાણા, સાહિત્ય મંદિર, તા. ૫-૮-૫૪ ગુરુવાર. પૂ. આ.ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. તરફથી.
મુ. વેરાવળ શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો, નીચે લખેલ પ્રમાણે સમાચાર જાણશો.
(૧) ઉપધાનની માળનું ઘી દેવદ્રવ્ય સિવાય બીજે લઈ શકાય નહિ.
(૨) ચૌદ સ્વપ્ન તથા ઘોડિયાં-પારણાનું ઘી પણ દેવદ્રવ્યમાં લઈ જવું તે જ ઉત્તમ છે. મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવાનો ધોરી માર્ગ છે. મુનિ સંમેલન અમદાવાદમાં સં. ૧૯૯૦માં થયું ત્યારે પણ ઠરાવમાં એ જ થયું છે જે મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવું. ઈત્યાદિ હકીકત જાણશો. દેવદર્શન કરતાં યાદ કરશો.
લિ. વિજયભક્તિસૂરિ. દઃ પોતે.
પાવાપુરી સુ. ૧૪ પૂ. પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તરફથી દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક અમીલાલ યોગ ધર્મલાભ. તા. ૧૦નો તમારો પત્ર મળ્યો, જવાબમાં જણાવવાનું જે સ્વપ્નદ્રવ્ય, પારણાં, ઘોડિયા ઈત્યાદિ શ્રી જિનેશ્વરદેવને ઉદ્દેશીને જે કોઈ બોલીઓનું ઘી થયું હોય તે શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં જવું જોઈએ.