________________
પરિશિષ્ટ-૧
૩૧૯ : દેવદ્રવ્યઃ ૧. જિન પ્રતિમા, ૨. જૈન દેરાસર
દેવદ્રવ્યની વ્યાખ્યા -પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુનાં પાંચ કલ્યાણકાદિનિમિત્તે તથા માળા પરિધાપનાદિદેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તથા ગૃહસ્થોએ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવદ્રવ્ય કહેવાય.
ઃ ઉપયોગ : સં. ૧૯૯૦ શ્રી શ્રમણસંઘના શાસ્ત્રીય નિર્ણયાનુસાર
(૧) શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિનો વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પૂજા આદિનો પ્રબંધ કરી લેવો પણ પ્રભુની પૂજા આદિ જરૂર થવી જોઈએ. (૨) પ્રભુની પ્રતિમા અંગે પૂજાનાં દ્રવ્યો, લેપ, આંગી, આભૂષણો આદિ પ્રતિમા ભક્તિ અંગેનું ખર્ચ કરી શકાય. (૩) જીર્ણોદ્ધાર, દેરાસર સમારકામ તથા દેરાસર સંબંધી બાંધકામ, રક્ષાકાર્ય, સાફસૂફી વગેરે કાર્યમાં ખર્ચી શકાય. (૪) પ્રતિમાના ઉપર કે દહેરાસર ઉપર આક્રમણ કે આક્ષેપના પ્રતિકાર તથા વૃદ્ધિ ટકાવ માટે ખર્ચી શકાય. (૫) ઉપરના તમામ કાર્યો માટે તે દેરાસર તથા તે ઉપરાંત બહારના બીજા કોઈ પણ ગામના દેરાસર કે પ્રતિમા અંગે પણ આપી શકાય. (૬) દેવદ્રવ્યના વ્યયની વધુ વિગત વિ.સં. ૧૯૯૦ના મુનિસંમેલનનો ઠરાવ, વિ.સં. ૧૯૭૬નો ખંભાતનો ઠરાવ અને ઉપદેશપદ, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધવિધિ, દર્શનશુદ્ધિ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોથી જાણી શકાય છે.
શ્રી ડહેલાનો ઉપાશ્રય, દોશીવાડાની પોળ, અમદાવાદ ભાદરવા વદી દશમ, ગુરુવાર, તા. ૧૯-૮.૫૭