SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા લાગો વગેરેની આવક આ ખાતામાં જમા કરવી જોઈએ. ઉપયોગ: – આ ખાતાની રકમ મનુષ્ય સિવાય બાકીના દરેક તિર્યંચ પશુપંખી-જાનવરની દ્રવ્યદયાના માધ્યમથી ભાવદયાના કાર્યમાં વાપરવાની હોય છે. અન્ન, પાણી, ઔષધિ વગેરે દ્વારા એમના દુઃખને દૂર કરવા માટે શાસ્ત્રીય મર્યાદાને અનુસરીને વાપરી શકાય છે. જીવદયા સંબંધી દરેક કાર્યમાં વાપરી શકાય. - આ સામાન્ય કક્ષાનું દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્ર વગેરે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રમાં કે અનુકંપા ક્ષેત્રમાં પણ આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. – જીવદયાની રકમ જીવદયામાં જ વાપરવી જોઈએ. – કૂતરાને રોટલી, પક્ષીને અનાજ વગેરે વિશેષ હેતુથી આવેલી રકમ તે-તે ઉદ્દેશમાં જ વાપરવી જોઈએ. – આ દ્રવ્ય રાખી ન મૂકવું. તુરંત વાપરી નાખવું જોઈએ. નહીંતર અંતરાયનો દોષ લાગે. ૨૦. વ્યાજ વગેરેની આવકઃ – જે ખાતાની રકમનું વ્યાજ આવ્યું હોય, તે વ્યાજની રકમ તે-તે ખાતામાં જ જમા કરવી જોઈએ. જે ખાતા માટે ભેટ આવેલી રકમ તે ખાતામાં જ વાપરવી જોઈએ. જો જરૂરિયાત કરતા રકમ વધારે હોય તો અન્ય સ્થળોમાં તે-તે ખાતામાં ખર્ચ કરવા માટે ભક્તિપૂર્વક મોકલી આપવી જોઈએ, એ જૈનશાસનની ઉજળી મર્યાદા છે. ૨૧. ટેક્સ (કર) વગેરેનો ખર્ચોઃ – જે ખાતાની આવક ઉપર ટેક્સ (કર), ઓકટ્રોય વગેરે સરકારી
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy