________________
૩/૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નવકારશી (સાધર્મિક વાત્સલ્ય) વગેરેની બોલી તેમજ નકરાનો ઉપયોગ.
(૧) સાધર્મિક વાત્સલ્યમાં તથા જો રકમ વધે તો સાધર્મિક ભક્તિના દરેક કાર્યોમાં તેમજ જિનભક્તિ મહોત્સવ સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગ થઈ શકે.
(૨) આ દ્રવ્યનો ઉપયોગ વિહાર સ્થાનોમાં રસોઈ વગેરે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં કરી શકાય છે.
(૩) ઝાંપા ચૂંદડી કે ફલે ચૂંદડીના ચડાવાની આવક સર્વ સાધારણ (શુભ) ખાતામાં જાય છે. એમાંથી દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકાય
છે.
(૪) કુંકુમ પત્રિકામાં લિખિત સાદર પ્રણામ/જય જિનેન્દ્ર રૂપે નામ લખવાની બોલી-નકરાની રકમ કે મહોત્સવના શુભેચ્છક, સૌજન્ય, આધારસ્તંભ, સહાયક વગેરે તરીકે નામ આપવાની જે રકમ આવે તેનો ઉપયોગ.
(૫) જિનભક્તિ મહોત્સવના પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય, સંગીતકાર, પત્રિકા છપાવવામાં વગેરે દરેક કાર્યોમાં કરી શકાય.
૧૧. સર્વ સાધારણ ખાતું (શુભખાતું):
ધાર્મિક કે ધર્માદા એમ કોઈ પણ શુભકાર્યમાં વાપરવા માટે કોઈ સર્વ સાધારણનું ફંડ એકઠું કર્યું હોય તો એ દ્રવ્યનો ઉપયોગ ધાર્મિક કે ધર્માદા કોઈ પણ શુભકાર્યમાં કરી શકાય છે.
ઉદાહરણઃ ચાતુર્માસમાં દરેક કાર્યોનો ખર્ચો કરવા માટે કે વાર્ષિક કોઈ પણ કાર્યોના ખર્ચા પેટે જે પણ ફંડ કરવામાં આવે છે તે સર્વ સાધારણ ખાતું કહેવાય.
(૧) બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક-એક, એમ બાર મહિનાની ૨૪ બોલીઓ બોલીને આ ખાતામાં આવક ઊભી કરી