________________
૨૯૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૪) ધાર્મિક પાઠશાળાનું મકાન કે જમીન વ્યવહારિક શિક્ષણ માટે કે સાંસારિક કાર્ય માટે આપી શકાય નહિ.
(૫) પાઠશાળા ઉદ્ઘાટનની બોલીની ઉપજ પાઠશાળા સંબંધી કોઈપણ કાર્યમાં વાપરી શકાય છે.
૪-૫ સાધુ-સાધ્વી ક્ષેત્રઃ ૦ આવક:
(૧) દાનવીરો પાસેથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે (વયાવચ્ચ માટે) જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તે આ ખાતામાં ગણાય છે. . (૨) દીક્ષાર્થી ભાઈઓ-બહેનોની દીક્ષામાં દીક્ષાર્થીને અર્પણ કરવા માટે ચારિત્રના ઉપકરણોની બોલી બોલાય છે. તેમાંથી ૧. પુસ્તક (પોથી), ૨. નવકારવાળી, ૩. સાપડાને અર્પણ કરવાની બોલી જ્ઞાનખાતામાં લઈ જવાય છે. બાકીના બધાં ઉપકરણોને અર્પણ કરવાની બોલીઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે.
(૩) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ શ્રાવકે સ્વદ્રવ્યથી જ લેવો જોઈએ. જેથી ગુરુભક્તિનો લાભ પોતાને મળે. સદુપયોગ
(૧) આ દ્રવ્ય પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની સંયમ-શુશ્રુષા અને વિહારની અનુકૂળતા માટે વાપરી શકાય છે.
(૨) પૂ. સાધુ-સાધ્વીજી માટે દવા તેમજ જૈનેતર ડૉક્ટર-વૈદ્ય વગેરેની ફી ચૂકવવા માટે કામમાં લઈ શકાય છે.
(૩) પૂ. સાધુ-સાધ્વીજીની સેવા માટે વિહારમાં રાખેલ જૈનેતર વ્યક્તિઓના પગાર પણ આપી શકાય છે.
(૪) જૈન ડૉક્ટર-વૈદ્ય અને કોઈ પણ જૈન વ્યક્તિને આ રકમ આપી શકાય નહિ.