________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો ?
આવક :
(૧) જ્ઞાનભંડારની આવક, (૨) આગમગ્રંથો કે અન્ય શાસ્ત્રોની પૂજાનું દ્રવ્ય, (૩) આગમગ્રંથો વગેરેની વાસક્ષેપથી પુજા કરવાની બોલીઓની ૨કમ, (૪) જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા કરવાની બોલીની રકમ, (૫) સંવત્સરી આદિ દિવસોએ પ્રતિક્રમણના સૂત્રો બોલવાની અને સકલ સંઘને ‘મિચ્છામિ દુક્કડમ્’ દેવાની બોલીની રકમ, (૬) કોઈપણ ગ્રંથ ગુરુ ભગવંતને વહોરાવવા વગેરેની બોલીની આવક, (૭) ગ્રંથો ઉપર ચઢાવેલા રૂપિયા, આ સર્વે જ્ઞાનદ્રવ્યમાં ગણાય છે.
૨૯૧
તદુપરાંત, મુમુક્ષુને દીક્ષા સમયે પુસ્તક-સાપડો અને નવકારવાળી અર્પણ કરવાના તેમજ આચાર્યાદિ પદ-પ્રદાનાદિ સમયે પૂજ્યોને પટનવકારવાળી-મંત્ર પટ અર્પણ કરવાના ચડાવાની રકમ જ્ઞાનદ્રવ્ય ગણાય છે. જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોના વેચાણની આવક જ્ઞાનખાતામાં જમા કરવી જોઈએ.
-
૪૫ આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથનો જ વરઘોડો હોય, કે જેમાં ભગવાન ન હોય, તેવા વરઘોડાના ચડાવાની તમામ ઉપજ જ્ઞાનખાતે જમા કરવી જોઈએ. પરંતુ એ વરઘોડાનો ખર્ચ એ ઉપજમાંથી બાદ કરાય નહિ. એ ખર્ચ વૈયક્તિક કે સાધારણદ્રવ્યમાંથી જ કરવો જોઈએ. → જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ :
(૧) જ્ઞાનપાંચમના દિવસે જ્ઞાન સન્મુખ ચડાવેલ પોથી, કવર, પેનપેન્સિલ, ઘોડાવજ વગેરે સામગ્રીનો ઉપયોગ જ્ઞાનભંડાર માટે કરી શકાય છે. પુસ્તકો અને જ્ઞાન સંબંધી સાધનોનો ઉપયોગ પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ તેનો ઉપયોગ કરી ન શકે.
(૨) જ્ઞાનદ્રવ્યની રકમમાંથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવનાર જૈનેતર પંડિતને પગાર આપી શકાય છે.
(૩) પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણવા માટે યોગ્ય પુસ્તકો