________________
૨૮૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૩ શાનદ્રવ્ય (ત્રીજું ક્ષેત્ર)
જ્ઞાનદ્રવ્યની વ્યાખ્યાઃ
જ્ઞાનપૂજનની રકમ, જ્ઞાનભક્તિ માટે આવેલ રકમ, આગમશાસ્ત્રો વગેરેની ભક્તિ માટે બોલાયેલી બોલીની રકમ, કોઈપણ તપમાં શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્રવ્ય જ્ઞાનદ્રવ્ય ગણાય. ઉપયોગઃ (૧) આગમશાસ્ત્રાદિ ધાર્મિક પુસ્તકો, અધ્યયનાદિ માટે વિવિધ
સાહિત્યાદિના પુસ્તકો લેવા, છપાવવાં, કાગળો અને તેના સાધનો ખરીદવાં, લહીયાઓને (જૈન સિવાયના) આપવામાં અને
સાહિત્યના રક્ષણમાં ખર્ચી શકાય. (૨) સાધુ-સાધ્વીઓને ભણાવવામાં (અધ્યયનમાં) જૈનેતર પંડિતોને
પગાર, મહેનતાણું, કે પુરસ્કાર આપી શકાય. (૩) જ્ઞાનખાતાની રકમોમાંથી જ્ઞાનભંડાર કરી શકાય. (૪) ગૃહસ્થોએ જે પોતાનું દ્રવ્ય જ્ઞાનની વૃદ્ધિ રક્ષાદિના કોઈપણ કાર્યમાં
આપેલ હોય તેમાંથી જૈનોને પગાર કે મહેનતાણું આપી શકાય પણ જ્ઞાનદ્રવ્યમાંથી શ્રાવક-શ્રાવિકાને પગાર કે મહેનતાણું ન આપી
શકાય. (૫) જ્ઞાનદ્રવ્યથી બંધાયેલ મકાનમાં જ્ઞાનભક્તિ, પઠનપાઠન, પૂજા આદિ
કાર્યો થઈ શકે, પણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના કોઈપણ ગૃહસ્થના રહેઠાણ વગેરે અંગત કાર્યો માટે તે મકાનનો ઉપયોગ થઈ શકે નહિ.
તા.ક. - જ્ઞાન શબ્દનો અર્થ - સમ્યજ્ઞાન અર્થાત્ જૈન ધાર્મિક જ્ઞાન છે. તેમાં વ્યાવહારિક કેળવણીનો સમાવેશ થઈ શકે નહીં.
શ્રી ડહેલાનો ઉપાશ્રય દોશીવાડાની પોળ, અમદાવાદ