________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૬૮
તે માત્ર પ્રીતિદાન ન હતું, પણ ગુરુપૂજન હતું તે વાત હીરપ્રશ્નમાં ઊભો કરવામાં આવેલ પ્રશ્નનો આકાર જોવાથી સ્પષ્ટ થાય છે. ત્યાં ત્રણ સવાલો કર્યા છે તેમાંનો એક સવાલ એ છે કે ‘આવું ગુરુપૂજનનું વિધાન ક્યાંય પૂર્વે જોવા મળે છે ખરું ?’ આના જવાબમાં વિક્રમરાજા અને કુમારપાળના વિધાનો બતાવ્યાં છે. વળી એક પ્રબંધમાં તો વિક્રમ રાજાએ તે દ્રવ્યને કયાં વાપરવું ? તે પૂછતાં ગુરુએ ‘યથામતિ કુરુ' એમ જણાવતાં વિક્રમે દુઃખી શ્રાવક-શ્રાવિકામાં તથા જીર્ણોદ્ધારમાં તે દ્રવ્યને વાપર્યાનું જણાવેલ છે.” આ રીતે ગુરુપૂજનનું દ્રવ્ય જીર્ણોદ્ધાર કે નૂતન મંદિર નિર્માણમાં જ નહિ પરંતુ શ્રાવક-શ્રાવિકામાં પણ વાપરી શકાય એવું તાત્પર્ય કાઢી બતાવવામાં આવ્યું છે, તો તે અંગે શું સમજવું?
ઉત્તર : ગુરુપૂજનનું દ્રવ્ય કોઈ પણ રીતે વૈયાવચ્ચમાં લઈ જવાની પકડાઈ ગયેલી વાતને સિદ્ધ કરવા માટે અહીં શ્રી હીરપ્રશ્ન અને પ્રબંધની વાતનું મિશ્રણ કરવામાં આવ્યું છે તે ઠીક નથી. આવું મિશ્રણ કરનારા શાસ્ત્રીય ગ્રંથો કઈ રીતે વાંચે છે, વિચારે છે અને કેવા અસંગત નિર્ણયો લે છે, તેની પ્રતીતિ કરાવે છે. શ્રી હીરપ્રશ્નના ગુરુપૂજન અંગેના સળંગ ત્રણ પ્રશ્નોમાંથી આગળ પાછળના પ્રશ્નો છોડી વચ્ચેનો પ્રશ્ન પકડવો અને તેની સાથે અન્ય પ્રબંધની વાત જોડી દેવી એમાં એક પ્રકારની હોશિયારી (કે જેને વ્યવહારમાં ચાલાકી કહેવાય છે.) મનાતી હોય, તો પણ શાસ્ત્રીય બાબતોની વિચારણામાં એવી હોશિયારી (ચાલાકી) વાપરવી યોગ્ય ન ગણાય. શ્રી હીરપ્રશ્નમાં આવતા ત્રણ પ્રશ્નોત્તરો પૈકી એક પ્રશ્નના ઉત્તરમાં મહારાજા કુમારપાળ અને વિક્રમાર્કનું વિધાન જણાવ્યાનો ઉલ્લેખ કરવો, તેના આધારે એ ગુરુપૂજન હતું તે સિદ્ધ કરવું અને તે પછીના જ પ્રશ્નોત્તરમાં ગુરુની અગ્રપૂજા રૂપ એ દ્રવ્યનો ઉપયોગ શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં કર્યો હતો, તે વાત છોડી દઈને ત્યાં તેની સાથે કોઈ અન્ય પ્રબંધની વાત જોડી દેવી કે, જે પ્રબંધમાં અગ્રપૂજા રૂપ નહિ પણ પ્રીતિદાન રૂપ દ્રવ્ય હતું અને તેનો ઉપયોગ અન્ય રીતે કર્યો હતો, એવો દાખલો લઈને ગુરુપૂજનનો