________________
૨૬૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સપ્તતિકાનાં “સ્વર્ણાદિકં તુ ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારે નવ્ય ચૈત્યકરણાદી ચ વ્યાપાર્થ” (પૃ. ૬૨) એ તથા “તથા દ્રવ્યલિકિ દ્રવ્યંચ અભયદાનાદાવેવ પ્રયોક્તવ્યમનસુચેત્યાદી અત્યન્તાશુદ્ધત્વાતું....”આ બેય વિધાનો પણ તેવું અર્થઘટન કરવાથી બાધિત થાય છે. આ રીતે શાસ્ત્રીય વિધાનો બાધિત થાય એવો અર્થ તારવીને કરાયેલા નિર્ણયને શાસ્ત્રસાપેક્ષ ન માની શકાય.
પ્રશ્ન : કેટલાકએમ કહે છે કે અમુક સમુદાયોમાં ગુરુદ્રવ્ય પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે છે તેમાં અમારો વિરોધ નથી પરંતુ, શાસ્ત્રાધારે ગુરુ વૈયાવચ્ચમાં પણ લઈ જઈ શકાય છે એટલે તેમાં પણ અમારી સંમતિ છે, તો તે વાત તેમની બરાબર છે?
ઉત્તર ઃ તે વાત યોગ્ય નથી, કારણ કે, આપણે ઉપર જોઈ ગયા તેમ શ્રી શ્રાદ્ધજીતકલ્પ, શ્રી ધર્મસંગ્રહ, શ્રી દ્રવ્યસપ્તતિકા આદિ શાસ્ત્રોના આધારે ગુરુપૂજનનું પૂજા દ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતનચૈત્યનિર્માણ આદિમાં જ જઈ શકે. આથી આવા પ્રકારની આચરણા જ શાસ્ત્રાધારિત હોવાથી તેને જ શાસ્ત્રમાન્ય પરંપરા કહી શકાય. બાકી કોઈ સમુદાયમાં જુદી પ્રવૃત્તિ ચાલતી હોય પણ જો તે શાસ્ત્રસાપેક્ષ ન હોય તો તેને શાસ્ત્રમાન્ય પરંપરા કહી શકાય નહિ.
પ્રશ્નઃ કોઈ એમ કહે છે કે “અમુક સમુદાયવાળા ન્યું છણું કરવા દ્વારા ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જાય છે તો એ પ્રમાણે લઈ જવાય ખરું?
ઉત્તરઃ પૂંછણું અને ગુરુપૂજન આ બન્નેય ક્રિયાઓ અને બન્નેયની વિધિઓ પણ અલગ અલગ પ્રકારની છે અને તે બન્નેયનું દ્રવ્ય પણ અલગ અલગ પ્રકારનું છે, માટે ચૂંછણાના દ્રવ્યને ગુરુપૂજનનું દ્રવ્ય ન કહેવાય. ચૂંછણાનું દ્રવ્ય પૌષધશાળાના કાર્યમાં પણ વાપરી શકાય છે અને વૈયાવચ્ચમાં પણ વાપરી શકાય છે અને તેને શાસ્ત્રનું સમર્થન પણ છે.
જ્યારે ગુરુપૂજનનું દ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્ય નિર્માણમાં જાય એવું શાસ્ત્રવચન છે. માટે તે બંનેની ભેળસેળ કરવી યોગ્ય નથી.