________________
૨૫ ૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા એક સમયે “ગુરુપૂજાના દ્રવ્યને સાધુવૈયાવચ્ચમાં લઈ જવું એટલે શિથિલાચારને પ્રોત્સાહન આપવા બરાબર છે” એવી જોરશોરથી પ્રરૂપણા કરનારા લેખકશ્રી જ પોતાના ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં એ દ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં જાય એનું જોરદાર સમર્થન કરી રહ્યા છે. આને કલિકાલની બલિહારી માનવી કે શું માનવું? વાચકો સ્વયં વિચારે.
બધું જ સમજાયેલું હોવા છતાં કોઈપણ વ્યક્તિને શ્રદ્ધાનું શૈથિલ્ય અને મિથ્યાભિનિવેશ જમાલીજીના માર્ગે જવા જ ઉશ્કેરતા હોય છે.
(૪) મુનિશ્રી હેમરત્ન વિજયજીએ (પછીથી આચાર્યશ્રીએ) પોતાના “ચાલો જિનાલયે જઈએ” પુસ્તકમાં તો ગુરુપૂજનની રકમને જિનમંદિર ખાતામાં જ મૂકી દીધી છે અને તેનો વિનિયોગ જીર્ણોદ્ધારાદિમાં જણાવ્યો છે. એ માટે જુઓ પરિશિષ્ટ-૮.
(૫) આથી પૂર્વોક્ત શાસ્ત્રપાઠમાંના નિર્દિષ્ટ “આદિ' પદથી શાસ્ત્રસંદર્ભો અને પરંપરાનુસારે “સાધુ વૈયાવચ્ચ” લઈ શકાય નહીં.
(૬) તદુપરાંત, “આદિ પદથી “વૈયાવચ્ચનો સંગ્રહ કરવો, એ કોઈપણ રીતે યોગ્ય નથી. શ્રાવક-શ્રાવિકા દ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં વાપરી શકાતું હોવા છતાં “શ્રાવક-શ્રાવિકા દ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં વપરાય. એવું કોઈ સ્થળે લખેલું નથી. શ્રાવક-શ્રાવિક દ્રવ્ય જેમ શ્રાવક-શ્રાવિકા માટેનું છે, તેમ સુવર્ણાદિ ગુરુદ્રવ્ય પણ જો સાધુ-સાધ્વી માટેનું હોય તો તેનો ઉપયોગ “જીર્ણોદ્ધારાદિમાં થાય' એમ લખવાને બદલે “વૈયાવચ્ચાદિમાં થાય એવું લખ્યું હોત અને વૈયાવચ્ચાદિમાં આદિ પદથી જીર્ણોદ્ધારાદિ ગ્રહણ કરવાનું ઈષ્ટ માન્યું હોત, પણ તેમ નથી કર્યું. તે જ બતાવે છે કે, તેમને આદિ પદથી “વૈયાવચ્ચ' ઈષ્ટ નથી.
(C) ઉદાહરણો અંગેની સ્પષ્ટતાઃ
હીરપ્રશ્નાનુવાદ અને દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં ગુરુપૂજાની વિહિતતા અને ગુરુપૂજાના દ્રવ્યનો વિનિયોગ ઉદાહરણો આપીને સમજાવ્યા છે. ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રી એને સિદ્ધાંત માનવા તૈયાર નથી.