________________
-
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૪૩
વિધાનો એની સાક્ષી પૂરે છે - તે નીચે મુજબ છે –
“છેવટે ગચ્છનાયક, સિદ્ધાન્તમહોદધિ, સુવિહિતશિરોમણી પરમગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પણ મ્હારી વિનંતીને ધ્યાનમાં લઈ તપાસી આપ્યો છે અને તેઓશ્રીની સૂચનાથી અમુક અમુક સ્થળો સુધારી શકાયાં છે, તે માટે તે ગચ્છાધિપતિનો પણ ઉપકાર ભૂલી શકું તેમ નથી.’’
આથી ‘હિરપ્રશ્નાનુવાદ' ગ્રંથના સંશોધનકર્તા પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા છે. તેથી તેઓશ્રીની માન્યતા પણ આપણે સમજી શકીએ છીએ અને એ મહાપુરુષોની માન્યતાનું પ્રતિબિંબ પૂર્વોક્ત ત્રણ પ્રશ્નોત્તરના અનુસંધાનમાં કરાયેલી તે જ અનુવાદ ગ્રંથની ટિપ્પણી - ૫૫માં જોવા મળે છે. તે નીચે મુજબ છે –
૫૫ - આ પ્રશ્નોત્તરથી સિદ્ધ થાય છે કે - શ્રાવકો ગુરુપૂજા કરે, તે શાસ્ત્રોક્ત જ છે અને એ માટે ઉછામણીનો પ્રસંગ હોય તો તે દેવદ્રવ્યની વૃદ્ધિકારક હોઈ શાસ્ત્રવિધિને ઉપકારક જ છે. પણ આ પ્રકારની ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય છે એટલે તેનું ઉત્પન્ન (દ્રવ્ય) સાધુઓના ઉપયોગમાં આવી શકે નહિ.” (પૃ. ૮૮ની ટિપ્પણી)
→ મહત્ત્વની વાતો :
પૂર્વોક્ત ગ્રંથની ૫૫’મી ટિપ્પણીમાં ઘણી મહત્ત્વની વાતો નોંધાયેલી
છે -
(૧) શ્રાવકો ગુરુપૂજા કરે છે, તે શાસ્ત્રોક્ત જ છે. (અહીં ‘જ’કાર ઘણો સૂચક છે. તે તમામ પ્રકારના કુતર્કોનું ઉન્મૂલન કરે છે.)
(૨) ‘ગુરુપૂજાની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિકારક હોઈ શાસ્ત્રવિધિને ઉપકારક જ છે.’ (અહીં પણ ગુરુપૂજાની ઉછામણીને શાસ્ત્રોક્ત જણાવી છે અને ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે છે, પરંતુ ગુરુની વૈયાવચ્ચ માટે દ્રવ્ય ઉભું કરવા માટે નથી, તે પણ સ્પષ્ટ પ્રતીત થાય છે. તથા નિર્દિષ્ટ ‘જ’ કાર