SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭: કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા ૨૩૭ અભાવમાં પ્રભુ અપૂજ ન રહે એ માટે અપવાદિક માર્ગે દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવાની અને પૂજારીના પગારની રજા આપી છે. તેથી એ શાસ્ત્રસાપેક્ષ ઠરાવ છે. જ્યારે વિ.સં. ૨૦૪૪ના સંમેલને શક્તિ-સંપન્ન અને શક્તિહીન એવા તમામ સ્થળોએ દેવદ્રવ્યમાંથી એ બંને કાર્યોની છુટ્ટી આપીને દેવદ્રવ્યની જબરજસ્ત હાનિ થાય, તેવો રાજમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે. તેથી તે શાસ્ત્રનિરપેક્ષ છે. (૭-૭/૧) “વિજય પ્રસ્થાન અને વિચારસમીક્ષા' નામના પુસ્તકનો હવાલો આપીને પૂ.આ.ભ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના નામે જે અપપ્રચાર ચાલે છે તે ખોટો છે, તેઓશ્રીએ દેવદ્રવ્યથી જિનપૂજા માટેના કેશર-સુખડાદિ દ્રવ્યો લાવવાનું ક્યારેય ક્યાંય લખ્યું નથી કે પ્રરૂપ્યું પણ નથી. તેઓશ્રીની સ્પષ્ટ માન્યતા હતી કે, શ્રાવકો એ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ અને પૂજારીને પગાર પણ શ્રાવકોએ પોતે જ આપવો જોઈએ. પૂજારીના પગાર માટેની તેઓશ્રીની માન્યતા તો એકદમ પ્રસિદ્ધ છે. શ્રી શત્રુંજયગિરિરાજના જિનમંદિરોના પૂજારીઓના પગાર દેવદ્રવ્યમાંથી ન આપવા પડે તે માટે તેઓશ્રીના ઉપદેશથી માતબર રકમ એકઠી કરાઈ હતી - શ્રીઆણંદજી કલ્યાણજી પેઢીને સોંપાઈ હતી. (૨) તેઓશ્રીની માન્યતા મુનિજીવનથી માંડીને દરેક પર્યાયમાં અને યાવત્ જીવનના અંત સુધી એક જ હતી. જે પૂર્વે જણાવી હતી. (૮) પૂ.આ.ભ.શ્રી.વિ. રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજા નામે ચાલતો અપપ્રચાર પણ ખોટો છે. તે અંગેની શુદ્ધિ વર્ષો પૂર્વે થઈ ગયેલા (૯) ગુરુપૂજનની રકમ-ગુરુપૂજનની ઉછામણીની રકમ દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે દેવદ્રવ્ય ખાતામાં જાય છે અને તેનો સદુપયોગ
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy