________________
૨૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આઠે પૂજા કરવાની બોલીનું દ્રવ્ય એ ‘શુદ્ધદેવદ્રવ્ય’ છે. બંનેના પરંપરાથી ઉપયોગ અલગ-અલગ છે. એ શાસ્ત્રાનુસારી પરંપરાથી સિદ્ધ ભેદોને ભૂંસીને શુદ્ધદેવદ્રવ્યને કલ્પિતદેવદ્રવ્ય કહેવું એ ઉત્સૂત્ર ન કહેવાય તો શું કહેવાય ? એ વાચકો સ્વયં વિચારે.
(૪) અહીં ઉલ્લેખનીય છે કે, લેખકશ્રી પોતે પુસ્તકના પૃ.-૬૬ ઉપર ઘણે ઠેકાણે બાર માસનાં કેસરાદિનાં ચડાવા બોલાય છે. આ રકમને પૂજાદેવદ્રવ્ય કહેવું જોઈએ. આ પદ્ધતિ ખૂબ સારી છે’” - આ રીતે જણાવે છે.
અહીં જે બોલીની રકમને ‘પૂજા દેવદ્રવ્ય' કહેવાની વાત જણાવી છે, તેનું જ બીજું નામ “જિનભક્તિ સાધારણ” છે. એટલે લેખકશ્રી વિભિન્ન બોલીના પ્રકારો અને તેનાથી પ્રાપ્ત રકમના (દેવદ્રવ્યના) પ્રકારો તો જાણે જ છે અને એ સાચા સંસ્કારો એમને ક્યાંક ક્યાંક સાચું લખાવી પણ દે છે. છતાં પણ પકડાયેલા ખોટા સ્વાભિમતની સિદ્ધિ માટે કુતર્કો કર્યા વિના રહી શકાતું નથી. તે તેમની આખી ચોપડીમાં જોઈ શકાય છે.
મુદ્દા-નં. ૧૯ : (પેજ નં. ૧૭૪)
“વસ્તુતઃ સ્વપ્ન કે ઉપધાન નિમિત્તની બોલી એ સાક્ષાત્ દેવનાં નિમિત્તે નથી જ્યારે બાર માસનાં કેસર પૂજાદિના લાભ માટેની બોલી તો સાક્ષાત્ જિન (જિનમૂર્તિના) નિમિત્તે જ છે. છતાં આ બોલી જિન ભક્તિ સાધારણ (દેવકું સાધારણ) કરી શકાય. તો સ્વપ્નાદિના નિમિત્તે જિન મંદિરના સર્વ કાર્યોના નિર્વાહ કરવા માટે ઉત્પન્ન કરાયેલી બોલીની પ્રથાથી પ્રાપ્ત થતું ધન પણ દેવકું સાધારણ (કલ્પિત દ્રવ્ય) કેમ ન કહી શકાય ?
સમાલોચના ઃ
(૧) આ મહાકુર્તક ન કહેવાય તો શું કહેવાય ? સ્વપ્નાદિકની બોલી સાક્ષાત્ દેવ નિમિત્તની નથી તો કોઈ રાજા કે ચક્રવર્તીના નિમિત્તની છે ? માતાની કુક્ષી વિશે પ્રભુજી આવ્યા ત્યારે ઇંદ્ર સ્તવના કરે છે, તે શું માનીને કરે છે ? નમુન્થુણં બોલે છે તે શું માનીને બોલે છે ? ઉપધાનની