________________
૨૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કદાપિ નહીં, ઘણો મોટો દોષ લાગે. આ દોષમાંથી ઉગારવા પૂજારીને જે પગાર અપાય તેના ૫૦ ટકા ચોખ્ખા સાધારણનો પગાર આપવો. આથી સાધુ-સાધ્વીને દેવદ્રવ્ય સંબંધિત દોષ લાગે નહીં પણ આમ કરાય તો ય ગૃહસ્થો ટ્રસ્ટી વગેરે તેની પાસે પોતાનાં કામ તો ન કરાવી શકે. સાધારણનું દ્રવ્ય તે ધર્માદા દ્રવ્ય છે તેનો ઉપયોગ શેઠિયા લોકો શી રીતે કરી શકે ? સમાલોચના
(૧) પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર અપાય જ નહીં. પૂજારી શ્રાવકોની સગવડ માટે રખાય છે. તેથી તેનો પગાર શ્રાવકોએ જ આપવો જોઈએ. કદાચ અશક્ત સ્થળે ૧૯૯૦ના શ્રમણસંમેલને ઠરાવ્યા મુજબ પૂજારીને દેવદ્રવ્યનો પગાર અપાતો હોય તો તે અપવાદિક માર્ગ છે. તેવા સ્થળે પણ સાધુ-શ્રાવક-શ્રાવિકા પોતાનું કામ તેની પાસે કરાવે તો મોટા દોષમાં પડે છે, તે ખ્યાલમાં રહેવું જોઈએ.
(૨) સાધારણ દ્રવ્યનો પણ ટ્રસ્ટીઓ વગેરે ઉપયોગ ન કરી શકે અને કરે તો દોષરૂપ છે.
મુદ્દા નં. ૧૨ (પેજ નં. ૧૬૩)
“સવાલ એ પણ થાય છે કે, જો સ્વપ્ન ઉપધાનાદિ બોલી ચઢાવાની રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે નહીં ગણાય તો શું પૂજા દેવદ્રવ્ય ખાતે ગણાશે? જો તેમ ગણવું હોય તો તે માટે કોઈ શાસ્ત્ર પાઠ છે ખરો? જો કોઈ શાસ્ત્ર પાઠનું તેવું અર્થઘટન કરીને ઉક્ત બોલી ચઢાવાની રકમોને પૂજા દેવ દ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું હોય તો હવે આ નિર્ણય કોણ કરશે? કે ઉક્ત બોલીનું દ્રવ્ય પૂજા દેવદ્રવ્યમાં લઈ જવું કે કલ્પિત દેવદ્રવ્યમાં? (અમારા મતે પૂજાદિ કાર્ય માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિન મંદિરમાં નિર્વાહ માટેના સાધનો દ્વારા સીધી રીતે ભેટ મળેલ રકમ તે કલ્પિત દેવદ્રવ્ય છે.)
સમાલોચના:
(૧) પૂર્વોક્ત મુદ્દાના સવાલ-જવાબમાં કુતર્કજાળ ઊભી કરવાનો ગર્ભિત મલિન આશય “સ્વપ્નાદિકની ઉછામણીની રકમને “કલ્પિત દેવદ્રવ્યમાં પધરાવીને દેરાસરના તમામ કાર્યો કરાવવાનો અશાસ્ત્રીય માર્ગ