________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
દેવદ્રવ્યમાં સમાવેશ જાણવો.’’
સમાલોચના : દેવકું સાધારણ એ કલ્પિત દેવદ્રવ્ય કહી શકાય પરંતુ સ્વપ્ન આદિ ચઢાવાની બોલી તેમાં ગણવી તે કલ્પિત દ્રવ્યનાં પાઠનો દ્રોહ છે.
૨૧૧
મુદ્દા નં. ૭ : પેજ - ૨૧
‘‘જિનમંદિર રક્ષા કે તીર્થ રક્ષા માટે કોર્ટમાં કેસો કરવા પડે, સાહિત્ય પ્રચાર કરવો પડે, ઑફિસ કરવા મકાન રાખવું પડે, ગુરખા રાખવા પડે વગેરે જે કાંઈ કરવું પડે તેમાં દેવદ્રવ્યની રકમ વાપરી શકાય. એટલું ધ્યાનમાં રાખવું કે, આ રકમ અજૈન વકીલો ગુરખાઓ વગેરેને જ આપવી. વળી તેનો બેફામ ઉપયોગ ન થવા દેવો. શ્રાવકનાં પોતાનાં ઉપભોગમાં ન આવી જાય તેની કાળજી રાખવી. ભૂતકાળમાં જે શ્રીમંત દેરાસર બનાવતો તે માણસ તે દેરાસરનાં કાયમી નિભાવ માટે વ્યવસ્થા કરતો, આમ તેનું જિનાલયનાં નિભાવ માટે આપેલ તે દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાતું.”
સમાલોચના ઃ (૧) કલ્પિત દ્રવ્યમાં આ બધું થાય. પરંતુ તમારે આ ફકરામાંથી અજૈન વકીલો, ગુરખાઓ વગેરેને જ આપવું, શ્રાવકનાં પોતાનાં ઉપભોગમાં ન આવી જાય તેની કાળજી રાખવી, આમ લખવું કેમ પડ્યું ? જૈન વકીલ, ગુરખા, પૂજારી આદિને પણ કલ્પિત દ્રવ્યમાંથી આપી શકાય, છતાં આમ લખવું પડ્યું તે જ બતાવે છે કે, કલ્પિતદ્રવ્યની ગાથાનો ખોટો અર્થ કરી, તેમાં ઉછામણીની બોલી નાંખીને પૂજાનિર્માલ્ય કે કલ્પિત દ્રવ્યમાં ન જતું આ સ્વપ્ન આદિનું દ્રવ્ય તેમાં પધરાવી દીધું છે. ત્રણ દ્રવ્ય સિવાયનાં પણ જે દેવદ્રવ્ય હોય છે, તે વાતને છૂપાવવાના કારણે આ સાંકર્ય આપત્તિ આવી છે.
(૨) દ્રવ્ય સપ્તતિકામાં પૂજાદ્રવ્ય સિવાય પણ દેવદ્રવ્યના વધુ ભેદ બતાવ્યા છે.
द्रव्यसप्ततिका अवचूरिः सम्बोधप्रकरणादिग्रन्थनिर्दिष्टैः आचरितकल्पितनिर्माल्यादिप्रकारैश्च सम्भाव्यते । (पृष्ठ नं. २४ )