________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૭૩ મહોત્સવો કરતા શ્રાવકના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે, એમ દર્શનશુદ્ધિ ગ્રંથમાં ફરમાવ્યું છે. * દર્શનશુદ્ધિના અન્ય શાસ્ત્રસંદર્ભો - | દર્શનશુદ્ધિ ગ્રંથમાં પૂર્વનિર્દિષ્ટ ૫૮મી ગાથાની ટીકાન્તર્ગત પાઠની પૂર્વે ગાથા-૫૪'ની ટીકામાં વર્ણવાયેલા દેવદ્રવ્યના ત્રણ પ્રકારો જાણવાથી અમારું અર્થઘટન સુયોગ્ય છે, એ સમજાઈ જશે અને ધા.વ.વિ.ના પરિશિષ્ટકારે આગળ-પાછળના સંદર્ભો મૂક્યા વિના રજૂ કરેલો પાઠ લોકોને ગેરમાર્ગે દોરનારો છે, તે પણ સ્પષ્ટ સમજાઈ જશે. દર્શનશુદ્ધિની ગાથા-પ૪ ની ટીકામાં કહ્યું છે કે –
"जिनस्य स्थापनार्हतो द्रव्यं पूजार्थनिर्माल्याक्षयनिधिस्वरुपम् ।"
અર્થઃ જિન = સ્થાપના અરિહંતનું દ્રવ્ય તે જિનદ્રવ્ય = દેવદ્રવ્ય કહેવાય છે. આ દેવદ્રવ્ય (૧) પૂજા માટે આવેલું (૨) નિર્માલ્ય સ્વરૂપે આવેલું અને (૩) અક્ષય નિધિ સ્વરૂપે આવેલું એમ ત્રણ પ્રકારનું જાણવું.
અહીં જણાવવું જરૂરી છે કે, પૂર્વે દેવદ્રવ્યના પૂર્વનિર્દિષ્ટ) વિભાગોનું સ્પષ્ટીકરણ કર્યા પછી ટીકાકારશ્રીએ ૫૮મી ગાથાની ટીકામાં “તથા તેનીધ્યન્ત પાઠ લખ્યો છે. આથી ગીતાર્થો સમજી શકે છે કે, - તે શાસ્ત્રપાઠમાં ટીકાકારશ્રીનું એવું કહેવાનું તાત્પર્ય છે કે,
“પૂજા માટે આવેલા દ્રવ્યથી શ્રાવકો પૂજા-મહોત્સવાદિ કરે તો સ્વ-પરના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે.”
– આટલી સ્પષ્ટ વાત હોવા છતાં તે પક્ષ દર્શનશુદ્ધિના પાઠને આગળ કરીને શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાની વાત કરે છે, તે બિલકુલ શાસ્ત્રવિરુદ્ધ છે. પોતાની વાતના સમર્થનમાં મૂકેલો પાઠ જ પોતાની વાતનું ખંડન કરે છે, તે વાત તે પક્ષ સ્વીકારશે કે નહીં? અહીં સામેના પક્ષને પ્રશ્ન છે કે, (૧) દર્શનશુદ્ધિના પાઠમાં ત્રણ પ્રકારના દેવદ્રવ્યમાંથી કયા પ્રકારના