________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય → તેઓ પોતાની માન્યતામાં જણાવે છે કે -
‘ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિંડી, મૂલશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોના શાસ્ત્રપાઠો દેવદ્રવ્યથી (અર્થાત્ દેવદ્રવ્યના પેટાભેદોનો વિચાર કર્યા વિના દેવદ્રવ્યસામાન્યથી) શ્રાવક જિનપૂજા કરી શકે તેવું જણાવનારા છે. આથી અમે કહીએ છીએ કે, શ્રાવક દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરી શકે છે.” ♦ શાસ્ત્ર અને પરંપરા મુજબનો માર્ગ :
→ અહીં ઉલ્લેખનીય છે કે -
૧૬૫
(૧) શ્રાવકોએ પ્રભુભક્તિના સંકલ્પથી અલગ કાઢેલા કે શ્રીસંઘને આપેલા દ્રવ્યથી (કે જે શાસ્ત્ર અનુસારે દેવદ્રવ્ય કહેવાય છે, તે પ્રકારના સંકલ્પિત દેવદ્રવ્યથી) શ્રીજિનપૂજા થઈ શકે છે, એવું જો તે પક્ષ માનતો હોય, તો એ તો અમને પણ માન્ય છે.
(૨) શ્રાવકોએ પ્રભુ સમક્ષ ભંડારમાં મૂકેલા પૈસાથી અને પ્રભુભક્તિ સ્વરૂપે બોલાતી બોલીની રકમથી (કે જે શાસ્ત્રાનુસારે સમર્પિત દેવદ્રવ્ય અને વર્તમાનમાં એને પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્ય કહેવાય છે, તે શુદ્ધ દેવદ્રવ્યથી) શ્રીજિનપૂજા થઈ શકે છે, એવું જો તે પક્ષ માનતો હોય, તો તે અમને માન્ય નથી. કારણ કે, એમાં પૂર્વે જણાવ્યા મુજબ શાસ્ત્ર અને પરંપરાનો વિરોધ આવે છે.
(૩) પૂર્વનિર્દિષ્ટ ઉપદેશપદ આદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્ય સામાન્યથી (સંકલ્પિત અને સમર્પિત એમ બંને પ્રકારના દેવદ્રવ્યથી) કરી શકાતાં કૃત્યો (કાર્યો) બતાવેલા છે. આથી કયા પ્રકારનાં કૃત્યો સંકલ્પિત દેવદ્રવ્યથી કરવાં અને કયા પ્રકારના કૃત્યો સમર્પિત દેવદ્રવ્યથી કરવાં, એનો વિવેક કરવો આવશ્યક છે.
(૪) એવો વિવેક કરવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે સુવિહિત પરંપરા શું જણાવે છે, તે પણ જોવું પડે.