________________
૧૬૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અને અમુક ટકા રકમ દેવદ્રવ્યમાં લઈ શકાય કે નહીં?” - આવા પ્રશ્નો સંઘમાં ઉપસ્થિત થયા હતા ત્યારે વિ.સં. ૧૯૯૪ની સાલમાં મુંબઈશાંતાક્રુઝ મળે સુશ્રાવક જમનાદાસભાઈને માર્ગદર્શનરૂપે લખેલો પત્ર એ પૂજયપાદ પ્રેમસૂરિદાદાની માન્યતાને પ્રગટ કરે છે. કારણ કે, એ માર્ગદર્શનરૂપે લખાયેલો હતો. - જયારે ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં છપાયેલો “મધ્યસ્થ સંઘ” ઉપર લખાયેલો પૂજયપાદ પ્રેમસૂરિદાદાનો પત્ર, કે જેને તેઓ પુજયપાદશ્રી દ્વારા લખાયેલો છે, એમ પ્રચારીગણાવી રહ્યા છે. તે પત્રની સાચી હકીકત જાણવામાં આવશે તો તે પણ માર્ગદર્શનરૂપે લઈ ન શકાય તે સમજી શકાય છે. વાસ્તવમાં તો એવો કોઈ પત્ર સ્વર્ગસ્થ મહાપુરુષે મધ્યસ્થ સંઘને લખ્યો નથી. વિચારણારૂપે લખાયેલા એ પત્રમાં કેટલાક ફેરફારો કરવાના બાકી હતા, ત્યાં મધ્યસ્થ સંઘનો નિર્ણય બદલાઈ જતાં, પત્ર મોકલાયો જ નહોતો. આમ છતાં લેખકશ્રી એમ કહેતા હોય કે, એ પત્ર મોકલાયો હતો, તો તે વખતે મધ્યસ્થ સંઘના રેકાર્ડમાંથી એ પત્ર કાઢી બતાવવાની માંગણી કરવામાં આવી હતી. તે માંગણી લેખકશ્રીએ કે તે વર્ગે આજસુધી પૂરી કરી નથી. તે જ સિદ્ધ કરે છે કે, એવો પત્ર મોકલાયો જ નહોતો. આથી પત્રોના નામે ચાલતા અપપ્રચારથી કોઈએ ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. બાકી તો પૂજ્યપાદશ્રીની દેવદ્રવ્ય અંગેની માન્યતાથી સૌ કોઈ પરિચિત જ છે અને પરિશિષ્ટ-રમાં આપેલા સત્તાવાર પત્રો જોવાથી પૂજય મહાપુરુષોની માન્યતા સુપેરે સમજાઈ જશે. “મધ્યસ્થ સંઘ” ઉપરના કહેવાતા પત્રની વિશેષ સાચી વિગતો પરિશિષ્ટ નં-૯માંથી જોવા ભલામણ.
- વળી, પ્રસ્તુત પરિપ્રેક્ષ્યમાં બીજો એક મહત્ત્વનો ખુલાસો એ છે કે, પૂજયપાદ આચાર્ય દેવેશ પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને પૂજયપાદ આચાર્ય દેવેશ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અર્થાત્ ગુરુ-શિષ્યની દેવદ્રવ્યના વિષયમાં માન્યતા અલગ-અલગ હતી, એવો અપપ્રચાર પણ