SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? ૧૫૭ અર્થ :- સાધારણનું દ્રવ્ય પણ સંઘે આપેલું જ વાપરવા માટે કહ્યું. અન્યથા ન કલ્પ. (૨) શ્રાદ્ધવિધિનો પાઠઃ सङ्केनापि सप्तक्षेत्रीकार्य एव व्यापार्यं न मार्गणादिभ्यो देयम् (સાધારVદ્રવ્ય) અર્થ - સંઘે પણ સાધારણદ્રવ્ય સાતક્ષેત્રના કાર્યમાં જ વાપરવું. પરંતુ યાચક વગેરેને ન આપવું. (૩) શ્રાદ્ધવિધિનો પાઠ (પૃ.-૭૮) चैत्यशालाप्रणाल्याद्यागतजलाद्यपि च स्वकार्ये किमपि न व्यापार्यं, देवद्रव्यवत् तदुपभोगस्यापि दुष्टत्वात् । અર્થ - ચૈત્યશાળા (દેરાસર)ની નીક આદિથી આવેલું પાણી વગેરે પણ પોતાના કાર્યમાં જરા પણ ન વાપરવું. દેવદ્રવ્યની જેમ એ જલાદિનો ઉપભોગ પણ દુષ્ટ (દુષ્ટવિપાકવાળો) છે. (૪) સંવેગરંગશાળાનો પાઠઃ- जिणभवणं, जिणबिम्बं तह जिणबिम्बाणपूयणं तइयं । जिणपवयणपडिबद्धाइं पोत्थयाणि य पसत्थाई ॥२७७६॥ निव्वाण साहग गुणाण साहग साहूणो य । समणीओ सद्धम्मगुणाऽणुगया, सुसावगा साविगाओ तहा ॥२७७७॥ पोसहसाला दंसणकज्जं वि, तहाविहं भवे किंपि । एवं दसठाणाई साहारणदव्वविसओ त्ति ॥२७७८॥ અર્થ :- દહેરાસર, જિનેશ્વરભગવંતની પ્રતિમા, તથા ત્રીજી જિનબિંબોની પૂજા, જિનેશ્વર ભગવંતોના વચન જેમાં ગુંથાયા છે તેવા સુંદર પુસ્તકો, મોક્ષસાધક એવા ગુણોના સાધક સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો, સુશ્રાવકો તથા સુશ્રાવિકા, પૌષધશાલા અને તેવા પ્રકારનું કોઈપણ સમ્યગ્દર્શનનું કાર્ય (સ્થાન) : આ ૧૦ સ્થાનકો સાધારણદ્રવ્યના
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy