________________
૧૫૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્ય ભક્ષણનું કે અદત્તાદાન (ચોરી)નું ?
(૯) તમે કહો છો કે, “કરોડપતિ શ્રાવક કૃપણતાના કારણે ભગવાનની પૂજાનું સ્વકર્તવ્ય દેવદ્રવ્યથી કરે તો તેને પોતાના ધન ઉપરથી મૂર્છા ઉતારવાનો લાભ ન મળે પણ પ્રભુભક્તિની ભાવનાથી પોતાનું સમ્યક્ત્વ નિર્મલ કરવાનો લાભ મળે”- આ તમારા વિધાનમાં શાસ્ત્રપાઠ શું છે ?
(૧૦) લક્ષ્મીવતી શ્રાવિકાએ ઉજમણાદિ ધર્માનુષ્ઠાનોમાં દેવદ્રવ્યાદિના ઉપકરણો ઓછાં નકરો આપી વાપર્યા, એમાં એને ભવાંતરમાં દુ:ખો ભોગવવાં પડ્યાં ? તેમાં કયો દોષ નિમિત્ત બન્યો ?૧ (૧૧) સ્વદ્રવ્યને ઘરમાં રાખી-ભોગમાં વાપરી સ્વકર્તવ્યરૂપ જિનપૂજાનું કાર્ય દેવદ્રવ્યથી કરે તો શ્રાવકને સમ્યક્ત્વ નિર્મલ થાય અને સ્વદ્રવ્ય ઘરમાં રાખવાનો દોષ ન લાગે, તે કયા ગ્રંથના આધારે કહો છો ? (૧૨) સ્વદ્રવ્યથી કરવા યોગ્ય કાર્ય દેવદ્રવ્યથી કરી લે અને સ્વદ્રવ્ય ઘરમાં
१. देवसत्कं वादित्रमपि गुरोः सङ्घस्यापि चाग्रे न वाद्यं, केचित्तु आहुः -पुष्टालम्बने बहुनिष्क्रयार्पणपूर्वकं व्यापार्येऽपि । यतो मूल्लं विणा जिणाणं उवगरणं चमरछत्तकलसाइ । जो वावर मूढो नियकज्जे सो हवइ दुहिओ ॥ स्वयं च व्यापारयता जातु भङ्गे उपकरणस्य स्वद्रव्येण नव्यं समारचनम्
स्वगृहदीपश्च देवदर्शनार्थमेव देवाग्रे आनीतोऽपि देवसत्को न स्यात् पूजार्थमेव देवाग्रे मोचने तु देवसत्क एव परिणामस्यैव प्रामाण्यात् । [ श्राद्धविधि प्रथमप्रकाश ]
અર્થ : દેવસંબંધી વાજીંત્રો પણ ગુરુમહારાજ કે સંઘની આગળ ન વગાડાય. કેટલાક તો કહે છે કે, પુષ્ટઆલંબન (આગાઢ કારણ) હોતે છતે ઘણો નકરો આપવાપૂર્વક વાજીંત્ર વાપરી શકાય. કારણ કે, મૂલ્ય આપ્યા વિના ભગવાનના ઉપકરણો ચામર-છત્ર-કળશ વગેરે જે મૂઢ જીવ પોતાના કાર્યમાં વાપરે તો તે દુઃખી થાય અને કદાચ ઉપકરણ વાપરતાં પોતાના હાથે ભાંગી (તૂટી) જાય તો પોતાના પૈસાથી નવું બનાવરાવે.
અને પોતાના ઘરનો દીવો ભગવાનના દર્શન માટે જ જો ભગવાનની આગળ લાવેલો હોય, તો તે દેવસંબંધી ન ગણાય પરંતુ પૂજા માટે દેવની આગળ મૂકવામાં આવેલો હોય, તો તે દેવસંબંધી જ ગણાય. કેમ કે, અહીં પરિણામ જ પ્રમાણભૂત મનાય છે.