________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૧ તેઓશ્રીને આમંત્રણ આપવાનું ટાળીને સંમેલન ભર્યું અને આટોપી પણ લીધું હતું. પછીથી જે થયું તે સૌ કોઈ જાણે છે અને સંમેલનની નિષ્ફળતા અંગેનો (સંમેલનના) અધ્યક્ષશ્રીનો હૃદયદ્રાવક પત્ર (જે પરિશિષ્ટ૧૦’માં આપેલ છે તે) પણ સંમેલનની નિષ્ફળતાને ઉજાગર કરે છે.
જાહેર આહાન સામે જાહેર આહાનઃ દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના લેખકશ્રી પૃ. ૩ ઉપર લખે છે કે -
હજુ પણ તેઓને જાહેર આહાન છે કે આવું જણાવનાર કોઈપણ શાસ્ત્રપાઠ હોય તો તેઓ એના સ્પષ્ટ સરળ અનુવાદ સાથે જાહેર કરી એનો પ્રચાર કરે. અનુવાદની જરૂર એટલા માટે છે કે લોકોને પણ ખબર પડે કે ખરેખર આમાં દેવદ્રવ્યથી પૂજા કરનારને દેવદ્રવ્યના ભક્ષણનું પાપ લાગે છે, એવું જણાવતો કોઈ પાઠ છે ખરો ?” ૦ સમીક્ષા અને જાહેર આહાનઃ
> શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોએ દરેક કક્ષાના શ્રાવકો માટે જે જિનપૂજાની વિધિ બતાવી છે, તેમાં કયાંયે દેવદ્રવ્યથી જિનપૂજાની સામગ્રી લાવવાનું કહ્યું નથી. સુવિહિત મહાપુરુષોએ પણ શ્રાવકની સ્વકર્તવ્યરૂપ જિનપૂજામાં (ભગવાન અપૂજ રહેતા હોય એવા અશક્ત સ્થલ સિવાય) દેવદ્રવ્ય વાપરવાની રજા આપી નથી. - આ શાસ્ત્ર અને પરંપરાનું ઉલ્લંઘન કરીને દેવદ્રવ્યથી કોઈ વ્યક્તિ સ્વકર્તવ્યરૂપ પૂજાનું કાર્ય સંપન્ન કરે તો તેને સ્પષ્ટપણે દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે. જેની શાસ્ત્ર અને સુવિહિત પરંપરાએ રજાના આપી હોય તેનો નિષેધ અર્થપત્તિથી થઈ જ જતો હોય છે અને નિષિદ્ધ પ્રવૃત્તિ કરનારને પ્રાયશ્ચિત્ત આવ્યા વિના રહેતું જ નથી. અહીં દેવદ્રવ્યનો દુરુપયોગ કરવા સ્વરૂપનિષિદ્ધ પ્રવૃત્તિ થઈ છે માટે દેવદ્રવ્યના દુરુપયોગનુંભક્ષણનું પ્રાયશ્ચિત્ત આવે છે.
અહીં એક વાત નોંધનીય છે કે, આલોચનના (પ્રાયશ્ચિત્તના) કેટલાક સ્થાનો એવાં હોય કે, પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં એના ચોખ્ખા અક્ષરો ન લખ્યા હોય છતાં ગીતાર્થો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ પ્રાયશ્ચિત્ત ગ્રંથોના આધારે