________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા ક્યા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૪૯ પં.જી.મ.ની ઉપર મુજબની ભલામણથી અમે “વિજય પ્રસ્થાન” પુસ્તક જોયું, તો જાણવા મળ્યું કે તેમાં પૂજ્યશ્રીએ કોઈ શ્લોકના અનુવાદ લખ્યા નથી. પુસ્તકના લેખકે જ પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે –
“જિનદ્રવ્ય અંગેના શાસ્ત્રપાઠો તથા તેનો અનુવાદ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ અને તેઓશ્રીના શિષ્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જોઈ આપેલ છે તે બદલ હું તેઓશ્રીનો અત્યન્ત ઋણી છું.”
પ્રસ્તાવનાનું આ લખાણ સૂચવે છે કે, પૂજયશ્રીએ અનુવાદ લખ્યો નથી પણ લેખકે ક્યાંકથી મેળવેલ અનુવાદના ઉતારા છપાવી પૂજ્યશ્રીને જોવા આપેલ. હવે તે અનુવાદ પણ એ.જી. મહારાજે ઉપર જણાવ્યો તેવો છે કે નહિ તે પણ આપણે જોઈએ. “વિજય પ્રસ્થાન'ના મૃ. ૧૯૪ ઉપર તે અનુવાદ નીચે મુજબ છપાયો છે.
જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” વિચાર સમીક્ષા', પૃ. ૯૭ (લેખક : મુનિ રામવિજય).
વિજય પ્રસ્થાન'ના આ લખાણ અને પં.જી. મહારાજે તે અંગે કરેલા ઉપરોક્ત લખાણનો તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ તેમની આ પદ્ધતિ રાબેતા મુજબની હોઈ તેમાં કશું આશ્ચર્યજનક નથી.
(૪) હવે ૧૯૭૬ના શ્રમણ સંમેલનના એ આઠ ઠરાવો પૈકીના એ બીજા ઠરાવનો તાત્પર્ય જોઈશું -
(અ) પૂર્વોક્ત ઠરાવમાં પૂર્વે જણાવ્યા મુજબના બે પ્રકારના દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા કરવાનું જણાવ્યું છે.
(બ) પ્રભુ સમક્ષ મૂકેલા ભંડારમાં મૂકેલા નાણાં વગેરે અને પ્રભુભક્તિ સ્વરૂપે થતી ઉછામણીઓની રકમ, આ સર્વે પ્રથમ પ્રકારનું